હવામાન નિષ્ણાત Ambalal Patel એ આગામી દિવસોમાં વરસાદને લઈને કરી મોટી આગાહી…

Amit Darji

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. એવામાં હવે હવામાન નિષ્ણાત Ambalal Patel દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા ભવિષ્યવાણી કરતા જણાવવામાં આવ્યું છે કે, આગામી તારીખ ૨૩ થી ૨૬ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. કેમ કે, બિહાર અને બંગાળ તરફ શરુ થનાર લો પ્રેશર ની અસર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં જોવા મળવાની છે. અરબ સાગરની મજબૂત બનશે તેના લીધે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. ૨૬ મી બાદ વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે. સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસના પણ વરસાદની શક્યતા રહેવાની છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી 14 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં વરસાદી માહોલ બની શકે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી માહોલ બની શકે છે. તેના લીધે મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. ત્યાર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળવાનો છે. આ સાથે 16 થી 24 ઓગસ્ટમાં રાજ્યમાં સારા વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે.  વરસાદની શક્યતા છે. તેની સાથે તેમને ૩૦ ઓગસ્ટના રાજ રાજસ્થાન અને ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરેલ છે.

આ સિવાય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેની સાથે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. છે. જ્યારે આવતીકાલના પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યેલો અલર્ટ આપવામાં આવેલ છે. રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Share This Article
Leave a comment