ગુજરાતમાં હાલ નવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં મોડી રાત્રી સુધી લોકો ગરબા રમવા માટે જતા હોય છે. એવામાં ખેલૈયાઓને રાત્રીના અવર-જવર માટે મુશ્કેલી ના પડે તે માટે Metro Train દ્વારા મોડી રાત સુધી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રીના પર્વને જોતા મેટ્રો ટ્રેન દ્વારા ખેલૈયાઓને લઈને આ મોટો નિર્ણય લીધો છે.
તમને જાણવી દઈએ કે, નવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખતા મેટ્રો ઓથોરિટી દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એવામાં નવરાત્રી સુધી રાત્રિના બે વાગ્યા સુધી ટ્રેનનું સંચાલન કરાશે. મેટ્રોના લીધે રાત્રિના સમયે શહેરીજનોને આવવા જવામાં પણ સરળતા રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ નવરાત્રિને લઇ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવરાત્રિના તમામ દિવસો રાત્રિના મોડી રાત્રી સુધીના ગરબા રમવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય ખેલૈયાઓ માટે ફાસ્ટ ફુડની દુકાનોને પણ છુટ આપવામાં આવી છે. તેના લીધે લોકોના ધંધા રોજગારી માં પણ વધારો થશે.
આ સાથે તમને જણાવી દઈએ કે, ગત વર્ષે ગુજરાત સરકાર દ્વારા ગરબાની સમયસીમા દૂર કર્યા બાદ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા રાત્રીના બે વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના સિવાય અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી આઈપીએલની મેચ દરમિયાન પણ મેટ્રો ટ્રેનનો સમય લંબાવી દીધો હતો.