ગૃહ રાજ્ય મંત્રી Harsh Sanghavi એ વર્ષ 2025 માં પોલીસ દળમાં ભરતીને લઈને આપ્યું મોટું નિવેદન

Amit Darji

ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ બાબતમાં ગૃહ રાજ્ય મંત્રી Harsh Sanghavi દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી વર્ષ-2025 માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ-14820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરાશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બાબતમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ અને વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ-12472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી સમાપ્ત કર્યા પછી ગૃહ વિભાગ વર્ષ-2025 માં રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ ના વિવિધ સંવર્ગોની આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, વર્ષ-2025 માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમાં 129 એસ.આર.પી.એફ. ના હથિયારી પી.એસ.આઈ, 126 વાયરલેસ પી.એસ.આઈ, 35 એમ.ટી.પી.એસ.આઈ, 551 ટેકનીકલ ઓપરેટર, 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-126 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર, ગ્રેડ-૨, 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૨, 7218 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3214 એસ.આર.પી.એફ.ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 300 જેલ સિપાઈ (પુરુષ) અને 31 જેલ સિપાઈ(મહિલા) સહિતની વિવિધ જગ્યાઓ સામેલ રહેલી છે.

તેની સાથે વર્ષ-2025 માં પોલીસ ખાતાની કચેરીઓની સીનીયર ક્લાર્કની 45 અને જુનીયર ક્લાર્કની 200 જગ્યાઓ મળી કુલ-245 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી કરવામાં આવશે.

 

Share This Article
Leave a comment