રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે Corona ની રસીને લઈને આપ્યું મોટું નિવેદન

Amit Darji

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવ દ્વારા લોકસભામાં Corona ની રસીને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે, લોકસભામાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 29 જુલાઈ સુધી સમગ્ર દેશભરમાં કોરોનાની રસીના 220 કરોડથી વધુ ડોઝ આપવામાં આવેલ છે. તેમણે જણાવ્યું કે, ભારતમાં વેક્સીન મૈત્રી કાર્યક્રમ હેઠળ 99 દેશો અને યુએનની બે સંસ્થાઓ ને કોવિડ-19 રસી ના 3,012 લાખથી વધુ ડોઝ મોકલવામાં આવ્યા છે. જ્યારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફ્રીમાં સપ્લાય માટે કોવિડ રસી ની ખરીદી પર અંદાજિત 36 હજાર 398 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવેલ છે.

રાજ્યમાં કોવિડ રસીઓ નું વિતરણ
રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીની ફાળવણી પ્રમાણસર વસ્તી, ત્યાં રસીકરણ ની પ્રગતિ અને રસીના બગાડના આધારે કરાઈ છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં કોવિડ રસીઓનું વિતરણ કાર્યક્રમ ની જરૂરિયાત મુજબ રાજ્ય વહીવટીતંત્ર દ્વારા સંચાલિત કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે, ભારત દ્વારા ‘વેક્સીન મૈત્રી’ કાર્યક્રમ અનુસાર 99 દેશો અને બે યુએન સંસ્થાઓને કોવિડ-19 રસી ના કુલ 3012.465 લાખ ડોઝ મોકલવામાં આવ્યા છે.

તેની સાથે તેમના દ્વારા તે પણ જણાવવામાં આવ્યું કે, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી (DBT) અને બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (BIRAC), તેમના જાહેર ક્ષેત્રના ઉપક્રમ દ્વારા કોવિડ-19 રસીઓ ના સંશોધન અને વિકાસ માટે ઉદ્યોગને સમર્થન આપવામાં આવ્યું છે. તેમણે તે પણ જણાવ્યું DBT અને BIRAC દ્વારા અમલીકરણ એજન્સીઓને રૂ. 533.3 કરોડનું રોકાણ/મુક્તિ કરવામાં આવી છે.

કોવિડ સુરક્ષા હેઠળ કરોડોની સહાય
આ સિવાય મિશન કોવિડ સુરક્ષા હેઠળ રસી ઉત્પાદકોને તેમની સુવિધાઓ પર રસી ઉત્પાદન વધારવા માટે 158.4 કરોડ રૂપિયાની સહાય પણ અપાઈ હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય પ્રધાન પ્રતાપરાવ જાધવ દ્વારા કહેવામાં આવ્યું કે, ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા કોવિડ-19 રસી ના વિકાસ પર લગભગ 60 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Share This Article
Leave a comment