દેશભરમાં હાલ ચોમાસાની વિદાય ની વાતો થઈ રહી છે પરંતુ તેમ છતાં કેટલાક રાજ્યમાં વરસાદી માહોલ બનેલો છે. જ્યારે ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, ચોમાસું ઓક્ટોબરના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં વિદાય લેવી તેવી શક્યતા રહેલી છે.
તમને જણાવી દઈએ કે, દેશમાં અત્યારે કેટલાક રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યું છે. સોમવારના ગુજરાત, કર્ણાટક, સૌરાષ્ટ્ર કચ્છ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. તેની સાથે જ બિહાર અને ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે આજે વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ, આજથી લઈને આગામી 4 થી 5 દિવસ સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે કારણ કે આસામમાં સાયક્લોનિક સરક્યુલેશન ઉભું થઈ રહ્યું છે.
હવામાન વિભાગ મુજબ, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ અને નાગાલેન્ડના તમામ સાત રાજ્યોમાં આજે ભારે વરસાદની શક્યતા રહેલી છે. આ સિવાય તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક અને કેરળ સહિત કેટલાક રાજ્યોમાં ચાર-પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા રહેલી છે.
તેની સાથે હવામાન વિભાગ મુજબ, રાજસ્થાન અને ગુજરાતમાં ચોમાસું પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. તેમ છતાં આ સ્થળો પર ચોમાસા પછીના વરસાદનો સમયગાળો આજથી એટલે કે 1 ઓક્ટોબરથી શરૂ થશે અને આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે.