બાંગ્લાદેશની વચગાળાની સરકાર ના મુખ્ય સલાહકાર Muhammad Yunus દ્વારા હિંદુઓ પરના હુમલા ઓને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેની સાથે તેમના દ્વારા પૂર્વ વડાપ્રધાન શેખ હસીના પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શેખ હસીના દ્વારા બધું બરબાદ કરી દેવામાં આવ્યું છે. યુનુસ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે, બાંગ્લાદેશમાં ચૂંટણી સુધારણા બાદ જ ચૂંટણી યોજવામાં આવશે.
મોહમ્મદ યુનુસ દ્વારા નિક્કી એશિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવવામાં આવ્યું છે કે, ચૂંટણી ઓ યોજતા પહેલા આપણે અર્થવ્યવસ્થા, ગવર્નન્સ, નોકરશાહી અને ન્યાયતંત્ર માં સુધારા કરવાની જરૂરીયાત રહેલી છે. તેની સાથે યુનુસ દ્વારા ફરી એક વખત પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો કે, ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલમાં ટ્રાયલ પૂર્ણ થયા બાદ ભારત દ્વારા શેખ હસીના નું પ્રત્યાર્પણ કરવામાં આવું જોઈએ. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, એક વખત ટ્રાયલ પૂર્ણ થઈ જાય અને ચુકાદો જાહેર કરી દેવામાં આવે. ત્યારબાદ અમારા દ્વારા ભારતને શેખ હસીનાના પ્રત્યાર્પણની વિનંતી કરવામાં આવશે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ભારત તેનું પ્રત્યાર્પણ કરવા માટે બંધાયેલ છે.
તેની સાથે તેમના દ્વારા બાંગ્લાદેશમાં હિંદુ ઓ પરના હુમલાઓ ને પ્રોપગેન્ડા ગણાવવામાં આવ્યા હતા. વધુમાં જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા હિંદુઓની સુરક્ષાને લઈને જે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે તે હકીકત પર આધારિત રહેલ નથી. જે કંઈ પણ કહેવામાં આવી રહ્યું છે તે માત્ર ‘પ્રચાર’ રહેલ છે. જ્યારે આ વર્ષે 5 ઓગસ્ટના રોજ શેખ હસીનાની સરકાર ને ઉથલાવી દેવાઈ હતી. વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ તે ભારત આવી ગયા છે. હસીના સરકારની વિદાય બાદથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ખટાસ આવી ગઈ છે. બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ પર હુમલા વધી ગયા છે. તાજેતરમાં હિન્દુ ધર્મગુરુ ચિન્મય કૃષ્ણ દાસ ની ધરપકડ બાદ સંબંધો વધુ બગડી ગયા હતા. ચિન્મય દાસની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરાઈ હતી. ચટગાંવ કોર્ટ દ્વારા તેમની જામીન અરજી પર સુનાવણી 2 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે. કેમ કે, તેમના વતી કોઈ વકીલ હાજર થયા નહોતા. તેમના સમર્થકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેમના વકીલ નો જીવ જોખમમાં રહેલો છે.
તેની સાથે યુનુસ દ્વારા ઈન્ટરવ્યુમાં જણાવવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશની વચગાળાની સરકાર દ્વારા ચૂંટણી પ્રણાલી, બંધારણ અને ન્યાયતંત્રમાં સુધારા માટે અનેક પંચોની રચના કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સુધારાઓને લાગુ થવામાં સમય લાગશે કારણ કે અમારા દ્વારા બાંગ્લાદેશનું નવેસરથી નિર્માણ કરવામાં આવી રહ્યું છે. યુનુસ દ્વારા ચૂંટણી લડવાની તેમની વાતને નકારી કાઢવામાં આવી હતી.