Ahmedabad માં અટલ બ્રિજ જતા પહેલા આ સમાચાર જરૂર વાંચજો, ટીકીટમાં થયો મોટો વધારો

Amit Darji

Ahmedabad માં રિવરફ્રન્ટ પર આવેલા અટલ ફૂટ ઓવરબ્રિજ ને આપણે બધા જાણીએ જ છીએ. તેની મુલાકાતે આપણે અચૂક જતા પણ હોઈએ છીએ. પરંતુ હવે અટલ ફૂટ ઓવરબ્રિજ જઈ રહ્યા છો તો આ સમાચાર જાણી લેજો કેમ કે, દિવાળીના તહેવાર સમયે AMC દ્વારા અટલબ્રિજ ની ટિકિટ માં વધારો કરવામાં આવ્યો છે. AMC દ્વારા 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તેના લીધે અટલ બ્રિજની ટીકીટ 50 રૂપિયા થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે, અટલ બ્રિજમાં અત્યાર સુધી વયસ્ક વ્યક્તિ માટે 30 રૂપિયા ચાર્જ લેવામાં આવ્યો હતો. તેની જગ્યાએ હવે 50 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. જ્યારે 3 થી 12 વર્ષના વ્યક્તિ તેમજ સિનિયર સિટિઝન માટે નો ચાર્જ 15 રૂપિયાની જગ્યાએ 30 રૂપિયા કરી દેવાયો છે.

તેની સાથે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલ અટલ બ્રિજ પર પર આવતા 12 વર્ષથી ઉપરના લોકો માટે હવે ટિકિટના દર 50 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. જ્યારે 3 થી 12 વર્ષ અને 60 વર્ષથી વધુ વયના લોકો માટે ટિકિટના દર 30 રૂપિયા કરી દેવાયો છે. તેમ છતાં વિકલાંગો માટે એન્ટ્રી ફ્રી રખાઈ છે.

તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 27 ઓગસ્ટ 2022ના રોજ અટલ બ્રિજનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ બ્રિજ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. એવામાં હવે બે વર્ષ બાદ એએમસી દ્વારા ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

તેની સાથે બીજા પણ સમાચાર સામે આવ્યા છે કે, આ અગાઉ રિવરફ્રન્ટ ઉપર આવેલા ગાર્ડનમાં 12 વર્ષથી નીચેના માટે પ્રવેશ ફી અગાઉ રૂપિયા પાંચ રાખવામાં આવી હતી હવે તે દસ રૂપિયા કરી દેવામાં આવી છે. 12 વર્ષથી વધુની વ્યકિત માટે એન્ટ્રી ફી રૂપિયા દસના બદલે ૨૦ આપવી પડશે. જ્યારે બાયોડાયવર્સીટી પાર્ક માં 12 વર્ષથી વધુ ની વયના માટે હવે 30 રૂપિયા ચુકવવા પડશે.

 

Share This Article
Leave a comment