દુષ્કર્મના આરોપમાં જેલમાં બંધ Narayan Sai ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેને શરતી જામીન આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા નારાયણ સાંઈને પિતા આશારામ સાથે મુલાકાત કરવા માટે જામીન અપાયા છે. જોધપુર જેલમાં આસારામ સાથે ચાર કલાક મુલાકાતની મંજૂરી અપાઈ હોવાનું સામે આવ્યું છે.
તેની સાથે અવરજવરના ખર્ચ પેટે હાઇકોર્ટ દ્વારા નારાયણ સાંઈને દસ લાખ રૂપિયા ની રકમ જમા કરાવવા માટેનો હુકમ આપવામાં આવ્યો છે. આ રકમ જમા કરાવ્યા બાદ નારાયણ સાંઈને તેના પિતા આશારામ સાથે મુલાકાત માટે લઈ જવાશે. ત્યાં તે ચાર કલાક સુધી પોતાના પિતાને મળી શકશે. નોંધનીય છે કે, એક દિવસ અગાઉ નારાયણ સાંઈને દાંતનો દુખાવો ઉપડતા તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. નારાયણ સાંઈ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં હાલ બંધ રહેલ છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાતના સુરત ની સેન્ટ્રલ જેલમાં બંધ નારાયણ સાંઈ દ્વારા તેના પિતા આસારામને મળવા માટે પરવાનગી માંગવામાં આવી હતી. શુક્રવાર દ્વારા હાઈકોર્ટમાં નારાયણ સાંઈની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. નારાયણ સાંઈ દુષ્કર્મ અને યૌન શોષણ ના કેસમાં સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ રહેલ છે.
આ અરજીમાં નારાયણ સાંઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેમના પિતાની તબિયત સારી રહેલ નથી. એટલા માટે તે તેના પિતાને મળવા ઈચ્છે છે. આસારામ દુષ્કર્મ અને યૌન શોષણના બે કેસમાં દોષિત જાહેર થયા બાદ જોધપુર જેલમાં બંધ રહેલ છે. હાલમાં જ આસારામને સારવાર માટે પેરોલ અપાયા હતા. ત્યાર બાદ આસારામને કડક સુરક્ષામાં મહારાષ્ટ્ર ના રાયગઢ લઈ જવાયા હતા.
તેની સાથે જણાવી દઈએ કે, ગુજરાત હાઈકોર્ટમાં નારાયણ સાંઈની અરજી પર સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નારાયણ સાંઈની અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, મોટી સંખ્યામાં અનુયાયીઓ રહેલા હતા. જો તેઓ બધા ભેગા થાય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા નારાયણ સાંઈને હવાઈ માર્ગે લઈ જવાનું કહ્યું હતું. તેના પર રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ નારાયણની સાથે રહેશે અને તેનો ખર્ચ પણ અરજદારે જ ઉઠાવવો પડશે. ત્યાર બાદ હાઈકોર્ટ દ્વારા નારાયણ સાંઈને 10 લાખ રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, આ મિટિંગ માટે પહેલા આ રકમ જમા કરાવી પડશે. ખર્ચ બાદ કરવામાં આવશે અને બાકીની રકમ પરત કરાશે.
હાઈકોર્ટે આપેલી વ્યવસ્થા મુજબ નારાયણ સાંઈને ક્યારે અને કઈ ફ્લાઈટથી લઈ જવામાં આવશે. તેનો સમય શું હશે? તેને કયા માર્ગથી લઈ જવાશે? ભીડ ન થાય તે માટે સરકાર આ બધું નક્કી કરશે. ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈ વતી હાજર રહેલા વકીલોને આગામી સાત દિવસમાં સરકાર પાસે રકમ જમા કરાવવા જણાવ્યું છે. આ પછી ગુજરાત હાઈકોર્ટના લેખિત આદેશથી આગળની પ્રક્રિયા શરૂ થશે.