બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થવાની છે. આ ટેસ્ટ મેચ સમાપ્ત થયા બાદ જ બીજી મોટી સીરીઝની શરૂઆત થવાની છે. રસપ્રદ વાત એ છે કે, આ સીરીઝ ઓસ્ટ્રેલિયાના પાડોશી દેશ ન્યુઝીલેન્ડમાં રમાવવાની છે. ઈંગ્લેન્ડની ટીમ દ્વારા તે સમયે ન્યુઝીલેન્ડના પ્રવાસે રહેલી હશે અને બંને ટીમો વચ્ચે 28 મી નવેમ્બર થી પ્રથમ ટેસ્ટ મેચ રમાવવાની છે. આવી સ્થિતિમાં યજમાન New Zealand ટીમ દ્વારા આ ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ કેપ્ટન કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડ ની ટેસ્ટ ટીમમાં વાપસી કરી છે.
કેન વિલિયમસન ને પીઠની ઈજાના લીધે ન્યુઝીલેન્ડના ભારતના પ્રવાસથી તેમને દૂર રાખવામાં આવ્યા હતા. પરંતુ હવે તે હવે ઈજા બહાર આવતા તેમને ઇંગ્લેન્ડ સામેની સીરીઝમાં સામેલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ઓલરાઉન્ડર નાથન સ્મિથને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરાયો નથી. અનકેપ્ડ સીમર જેકબ ડફી પણ ટીમનો ભાગ રહેલ છે, જ્યારે બેર સીઅર્સ અને કાયલ જેમિસન ઈજાના લીધે બહાર છે. પુણેમાં 13 વિકેટ લેનાર ડાબોડી સ્પિનર મિશેલ સેન્ટનરને વેલિંગ્ટન અને હેમિલ્ટનમાં રમાનારી બીજી અને ત્રીજી ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. પ્રથમ ટેસ્ટ ક્રાઇસ્ટચર્ચમાં 28 નવેમ્બરથી રમાવવાની છે.
26 વર્ષીય સ્મિથ દ્વારા આ અઠવાડિયાની શરૂઆતમાં શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. ગત સિઝનની પ્લંકેટ શિલ્ડ માં, તે 17.18 ની એવરેજથી 33 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો. આ શાનદાર પ્રદર્શન બાદ તેને સપ્ટેમ્બરમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યો હતો. ભારત વિરુદ્ધ 15 વિકેટ લેનાર એજાઝ પટેલને ટીમમાં સામેલ કરવામાં આવેલ નથી, તેનો અર્થ એ છે કે ઘરની બહાર તમામ 85 ટેસ્ટ વિકેટ લેવાનો તેનો રેકોર્ડ અત્યારે અકબંધ રહેવાનો છે. ત્રણ મેચની આ ટેસ્ટ સિરીઝ ટિમ સાઉથીની છેલ્લી ટેસ્ટ સિરીઝ રહેવાની છે. ત્યાર બાદ તે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી નાખશે. તેમ છતાં ન્યૂઝીલેન્ડ ડબલ્યુટીસી ફાઇનલમાં પહોંચ્યા પર તે પસંદગી માટે ઉપલબ્ધ રહેવાના છે.
New Zealand વિ ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ નું સંપૂર્ણ શેડ્યૂલ
પ્રથમ ટેસ્ટ : ક્રાઈસ્ટચર્ચ (28 નવેમ્બરથી 2 ડિસેમ્બર)
બીજી ટેસ્ટ : વેલિંગ્ટન (6 થી 10 ડિસેમ્બર)
ત્રીજી ટેસ્ટ : હેમિલ્ટન (14 થી 18 ડિસેમ્બર)
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ માટે ન્યુઝીલેન્ડની ટીમ : ટોમ લાથમ (કેપ્ટન), ટોમ બ્લંડેલ, ડેવોન કોનવે, જૈકબ ડફી, મેટ હેનરી, ડેરીલ મિશેલ, વિલ ઓ રુરાકે, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર (2 અને 3 ટેસ્ટ) , નાથન સ્મિથ, ટિમ સાઉથી, કેન વિલિયમસન, વિલ યંગ.