બ્રિટનમાં Harvey Weinstein માટે આવ્યા રાહતના સમાચાર, આ કેસમાં સુનાવણી નહીં થાય

Amit Darji

ફિલ્મ નિર્માતા Harvey Weinstein ને બ્રિટનમાં મોટી રાહત મળી ગઈ છે. વાસ્તવમાં, ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) એ તેની સામેના ફોજદારી આરોપો છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. CPS મુજબ તેમને દોષિત ઠેરવવામાં આવે તેવી કોઈ વાસ્તવિક શક્યતા રહેલી નથી.

બે વર્ષ અગાઉ જૂનમાં મહિનામાં સીપીએસએ Harvey Weinstein દ્વારા એક મહિલા સામે હુમલો કરવાના આરોપો દાખલ કરવામાં આવ્યા હતા. આ કથિત હુમલો 1996 માં લંડનમાં થયો હતો. પુરાવાઓની સમીક્ષા કર્યા બાદ હવે આ બંધ કરી દેવામાં આવ્યું છે.

સીપીએસ સ્પેશિયલ ક્રાઇમ્સ અને આતંકવાદ વિરોધી વિભાગના પ્રમુખ વડા ફ્રેન્ક ફર્ગ્યુસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “આ કેસમાં પુરાવાઓ ની સમીક્ષા બાદ સીપીએસે હાર્વે વેઇનસ્ટેઇન સામે ફોજદારી કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય લીધો છે. CPS ની ફરજ છે કે, તે તમામ કેસોની સમીક્ષા કરે અને અમે નિર્ણય કર્યો છે કે, હવે ખાતરીની કોઈ વાસ્તવિક સંભાવના નથી.”

તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “અમે અમારા નિર્ણયની તમામ પક્ષો ને જાણકારી આપી દીધી છે. અમે હંમેશા યૌન ઉત્પીડન ના કોઈ પણ સંભવિત પીડિતોને આગળ આવવા પોલીસને રિપોર્ટ ને કરવા માટે પ્રોત્સાહિત કરીશું અને જ્યાં પણ અમારા કાયદાકીય ધોરણો પૂર્ણ થશે ત્યાં અમારા દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે.” આ  Harvey Weinstein માટે તાજેતરની કાનૂની જીત છે. નિર્માતા વર્તમાનમાં એલએમાં એક ઇટાલિયન મોડલ સાથે દુષ્કર્મ દોષી ઠેરવવામાં આવ્યા બાદ અમેરિકાની જેલમાં 16 વર્ષની સજા ભોગવી રહ્યા છે.

Share This Article
Leave a comment