Maharashtra માં બાઈક ચાલકને બચાવવા જતા બસનો સર્જાયો ભયંકર અકસ્માત, નવ લોકોના મોત

Amit Darji

દેશમાં અકસ્માતની ઘટનાઓ માં સતત વધારો જોવા મળી રહ્યો છે. એવામાં આવી જ એક બાબત Maharashtra ના ગોંદિયા માંથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જ્યારે આ અકસ્માતમાં નવ લોકોના મૃત્યુ નીપજ્યા છે જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) ની શિવશાહી બસ બાઇકચાલક ને બચાવવા ના પ્રયત્નમાં પલટી ખાઈ જતા આ અકસ્માત સર્જાયો હતો.

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના ગોંદિયામાં ૨૯ તારીખના એટલે આજે બપોરના સમયે આ અકસ્માત સર્જાયો હતો. બસની વાત કરીએ તો તે નાગપુર થી ગોંદિયા તરફ જઈ રહી હતી. રિપોર્ટ્સ મુજબ, બસ રસ્તા ના વળાંક પર પહોંચી તે સમયે અચાનક એક બાઇક ચાલક આવી ગયો હતો. આ દરમિયાન બાઇકચાલકને બચાવવા ના પ્રયત્ન માં બસ ડ્રાઈવર દ્વારા તરત જ બસને ફેરવી દેવામાં આવી હતી. એ દરમિયાન બસ સ્પીડમાં હોવાના લીધે બસે પલટી ખાઈ લીધી હતી. અકસ્માત દરમિયાન બસમાં 35થી વધુ મુસાફરો સવાર હોવાની જાણકારી સામે આવી છે.

આ અક્સ્માતને નિહાળનાર વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કેટલાક મુસાફરોનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. અકસ્માત સર્જાતા બસ ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. રાહદારીઓ દ્વારા અધિકારીઓને ચેતવણી આપવામાં આવ્યા ત્યારબાદ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ક્રેનની મદદથી પલટી ખાધેલ બસને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા અકસ્માતનું કારણ જાણવા માટે આ મામલામાં તપાસ હાથ ધરી છે.

- Advertisement -
Share This Article
Leave a comment