ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના બેટ્સમેનો દ્વારા ખરાબ રીતે બેટિંગ કરવામાં આવી તેના લીધે ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઇન્ડિયા દ્વારા પ્રથમ ઇનિંગમાં 180 રન અને બીજી ઇનિંગમાં 175 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના શાનદાર બોલિંગ આક્રમણ સામે Nitish Reddy જ સારી બેટિંગ કરવામાં સફળ રહ્યા હતા. તે પોતાની બેટિંગથી પ્રભાવિત કરવામાં સફળ રહ્યા હતા. જ્યારે બીજી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ભારત માટે સૌથી વધુ સ્કોર બનાવનાર ખેલાડી પણ રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં શાનદાર બેટિંગ
નીતિશ કુમાર રેડ્ડી દ્વારા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવામાં આવ્યું હતું. તે મેચમાં તેમણે 41 અને 38 રનની ઇનિંગ રમી અને એક વિકેટ પણ લેવામાં આવી હતી. બીજી ટેસ્ટ મેચમાં પણ તેમણે આ જ ફોર્મ ચાલુ રાખ્યું અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના દ્વારા બંને ઇનિંગ્સમાં 42-42 રન બનાવવામાં આવ્યા હતા. ખાસ વાત એવી રહી હતી કે, નીતિશ દ્વારા આક્રમક રમતા રમતા રન બનાવવામાં આવ્યા હતા. તેના દ્વારા પ્રતિકૂળ પરિસ્થિતિઓ માં સારી બેટિંગ કરવામાં આવી છે. તે પણ જ્યારે અન્ય ભારતીય બેટ્સમેનો મોટો સ્કોર કરી શક્યા નહોતા.
તેણે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધીમાં કુલ બે ટેસ્ટ મેચમાં રમ્યા છે, જે તેમણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર જ રમી છે, જેમાં તેણે 163 રન બનાવ્યા છે અને આ દરમિયાન તેણે સાત સિક્સર પણ ફટકારી છે. નીતિશ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયા છે. તેમના દ્વારા વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડવામાં આવ્યો છે. વીરેન્દ્ર સેહવાગ દ્વારા 2003-04 માં ઓસ્ટ્રેલિયામાં સિરીઝ દરમિયાન છ સિક્સર ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ તેના દ્વારા આઠ ઇનિંગ્સમાં કુલ 464 રન બનાવવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે, તેમણે માત્ર બે ટેસ્ટ રમીને સેહવાગનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ દરમિયાન સચિન તેંડુલકર, રોહિત શર્મા જેવા બેટ્સમેન પણ સાત સિક્સર મારી શક્યા નહોતા.
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ દરમિયાન સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય બેટ્સમેન
નીતિશ રેડ્ડી- 7 સિક્સર, 2024-25
વીરેન્દ્ર સેહવાગ- 6 સિક્સર, 2003-04
મુરલી વિજય- 6 સિક્સર, 2014-15
સચિન તેંડુલકર- 5 સિક્સર, 2007-08
રોહિત શર્મા- 5 સિક્સર, 2014-15
મયંક અગ્રવાલ- 5 સિક્સર, 2018-19
ઋષભ પંત- 5 સિક્સર, 2018-19
ડોમેસ્ટિક ક્રિકેટ માં શાનદાર રેકોર્ડ
તમને જણાવી દઈએ કે, 21 વર્ષીય નીતીશ કુમાર રેડ્ડીનો ડોમેસ્ટિક ક્રિકેટ માં શાનદાર રેકોર્ડ રહેલો છે. તેના દ્વારા 25 ફર્સ્ટ ક્લાસ મેચમાં કુલ 942 રન બનાવવામાં આવ્યા છે. આ સિવાય તેના નામે 22 લિસ્ટ-એ મેચોમાં 403 રન રહેલા છે. તે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યા છે અને અત્યાર સુધીમાં તેમણે 15 આઈપીએલ મેચોમાં 303 રન બનાવવામાં આવ્યા છે. જેમાં બે અડધી સદી સામેલ છે.