રિલાયન્સ Jio ટેલિકોમ સેક્ટર માં સૌથી વધુ યુઝર રહેલા છે. આ કારણોસર કંપની દ્વારા તેના ગ્રાહકોને વિવિધ પ્રકારના રિચાર્જ પ્લાન ઓફર કરવામાં આવે છે. Jio પાસે તેના યુઝર્સ માટે 28 દિવસથી 365 દિવસની વેલિડિટી સાથે ઘણા રિચાર્જ પ્લાન રહેલા છે. રિલાયન્સ જિયો દ્વારા તેના પોર્ટફોલિયોમાં કેટલાક એવા પ્લાન પણ સામેલ કરવામાં આવ્યા છે જેની મદદથી તમે એક વર્ષ માટે રિચાર્જ ના ટેન્શનથી ફ્રી થઈ જશો.
તમને જણાવી દઈએ કે, રિલાયન્સ જિયોએ ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખતા પોતાના રિચાર્જ પ્લાન્સ ને અલગ-અલગ કેટેગરીમાં વિભાજિત કરી નાખ્યા છે. Jio પાસે વાર્ષિક પ્લાન ની કેટેગરી રહેલી છે. તેમાં તમને બે રિચાર્જ પ્લાન પ્રાપ્ત થશે. ચાલો તમને આ કેટેગરીમાં વધુ સારા અને સસ્તા પ્લાન વિશે જણાવી દઈએ.
Jio નો સૌથી સસ્તો વાર્ષિક પ્લાન
Jio પાસે 3599 રૂપિયાનો વાર્ષિક પ્લાન રહેલો છે. તેમાં કંપની દ્વારા પોતાના યુઝર્સને એક સંપૂર્ણ વર્ષ એટલે કે 365 દિવસની વેલીડીટી આપવામાં આવે છે. તેનો અર્થ એ છે કે, આ પ્લાન લીધા બાદ તમારે 365 દિવસ પછી જ બીજું રિચાર્જ લેવું પડશે નહીં. તેમાં તમને એક વર્ષ માટે કોઈપણ નેટવર્કમાં અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા પ્રાપ્ત થઈ જશે. તેની સાથે તમને દરરોજ 100 ફ્રી SMS પણ આપવામાં આવે છે.
યુઝર્સને મળશે ઘણો ડેટા
Jio ના 3599 રૂપિયા ના પ્લાન ના ડેટા બેનિફિટ્સ વિશે તમને જણાવી તો તેમાં એક વર્ષ માટે 912.5 GB ડેટા પ્રાપ્ત થાય છે. તેનો અર્થે તમે આ પ્લાન સાથે દરરોજ 2.5 GB ડેટાનો ઉપયોગ કરી શકશો. Jio નો આ પ્લાન અનલિમિટેડ ટ્રુ 5G ડેટા ઓફર સાથે આવે છે, તેથી જો તમારા વિસ્તારમાં 5G નેટવર્ક કનેક્ટિવિટી હોય, તો તમે ઇચ્છો તેટલો 5G ડેટા ફ્રી માં વાપરી શકશો.
Jio પોતાના કરોડો ગ્રાહકોને બીજા રિચાર્જ પ્લાન્સની જેમ તેમાં પણ કેટલાક વધારાના લાભ આપ્યા છે. જો તમે પ્લાન લઇ રહ્યા છો તો તેમાં તમને Jio સિનેમાનું ફ્રી સબસ્ક્રિપ્શન પ્રાપ્ત થઈ જશે. આ સિવાય પ્લાનમાં Jio TV અને Jio Cloud નું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે.