Pakistan એ 93 મહિના પછી ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવ્યું, ત્રણ વનડેની સિરીઝ 1-1 થી બરાબર

Amit Darji

એડિલેડ ઓવલ ખાતે રમાયેલી બીજી વનડેમાં Pakistan એ ઓસ્ટ્રેલિયાને નવ વિકેટ દ્વારા હરાવવામાં આવ્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા 35 ઓવરમાં 163 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં પાકિસ્તાને 26.3 ઓવરમાં એક વિકેટ ગુમાવીને જીત પ્રાપ્ત કરી લીધી હતી. હરિસ રઉફે પાંચ વિકેટ પ્રાપ્ત કરી હતી. જ્યારે સેમ અયુબ દ્વારા 82 રનની ઇનિંગ રમવામાં આવી હતી. ત્રણ મેચની વનડે સીરીઝમાં હાલમાં 1-1 થી બરાબર રહેલી છે. પ્રથમ વનડે ઓસ્ટ્રેલિયા દ્વારા જીત પ્રાપ્ત કરવામાં આવી હતી. હવે નિર્ણાયક મેચ 10 મી નવેમ્બરના રોજ રમાવવાની છે.

પાકિસ્તાન દ્વારા વનડેમાં જાન્યુઆરી 2017 થી પછી ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં હરાવ્યું છે. પાકિસ્તાન દ્વારા આ અગાઉ 15 જાન્યુઆરી 2017 ના રોજ મેલબોર્ન વનડેમાં ઓસ્ટ્રેલિયાને હરાવવામાં આવ્યું હતું. હવે 93 મહિના બાદ પાકિસ્તાની ટીમે વિજય પ્રાપ્ત કર્યો છે. ગયા વર્ષે વનડે વર્લ્ડ કપમાં પ્રથમ રાઉન્ડમાં બહાર થયા ગયા બાદ પાકિસ્તાની ટીમની આ પ્રથમ દ્વિપક્ષીય વનડે સીરીઝ રહેલી છે અને ટીમ દ્વારા શાનદાર વાપસી કરવામાં આવી છે. પ્રથમ વનડેમાં પાકિસ્તાની ટીમ દ્વારા ઓસ્ટ્રેલીયન ટીમને જોરદાર ટક્કર આપવામાં આવી હતી. તેમ છતાં ઓસ્ટ્રેલિયા બે વિકેટથી જીતવામાં સફળ રહ્યું હતું.

પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ જોવા મળી હતી. ટીમ દ્વારા નિયમિત અંતરાલ પર વિકેટો ગુમાવવામાં આવી હતી. સ્ટીવન સ્મિથ દ્વારા સૌથી વધુ 35 રન બનાવવામાં આવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર ફટકારવામાં આવી હતી. મેથ્યુ શોર્ટ 19 રન, જેક ફ્રેઝર મેકગર્ક 13 રન, જોશ ઈંગ્લિસ 18 રન, માર્નસ લાબુશેન 6 રન, એરોન હાર્ડી 14 રન, ગ્લેન મેક્સવેલ 16 રન અને કેપ્ટન પેટ કમિન્સ 13 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. મિચેલ સ્ટાર્ક એક રન અને એડમ જામ્પા દ્વારા 18 રન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાન તરફથી હરિસ રઉફે પાંચ અને શાહીન આફ્રિદી દ્વારા ત્રણ વિકેટ ઝડપવામાં આવી હતી. નસીમ શાહ અને મોહમ્મદ હસનૈનને એક-એક વિકેટ પ્રાપ્ત થઈ હતી.

164 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમની શરૂઆત શાનદાર રહી હતી. સેમ અયુબ અને અબ્દુલ્લા શફીકે પ્રથમ વિકેટ માટે 137 રનની શાનદાર ભાગીદારી કરવામાં આવી હતી. અયુબ દ્વારા તેની ODI કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારવામાં આવી હતી. તે 71 બોલમાં પાંચ ચોગ્ગા અને છ સિક્સરની મદદથી 82 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે હેઝલવુડના હાથે ઝમ્પાના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ શફીકે બાબર આઝમ સાથે મળીને પાકિસ્તાન ટીમને જીત અપાવી દીધી હતી. શફીક દ્વારા 69 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 64 રન અને બાબર આઝમ 20 બોલમાં 15 રન બનાવીને અણનમ રહ્યો હતો. સીરીઝની નિર્ણાયક મેચ 10 નવેમ્બરના રોજ પર્થમાં રમાશે. ત્યાર બાદ બંને ટીમો ત્રણ મેચની T20 સીરીઝમાં રમવાની છે.

Share This Article
Leave a comment