પાકિસ્તાનનો ફાસ્ટ બોલર Haris Rauf ટી-૨૦ ક્રિકેટ રચ્યો ઈતિહાસ, પોતાના નામે કર્યોં આ મોટો રેકોર્ડ

Amit Darji

પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ હાલમાં રમાઈ રહી છે. પાકિસ્તાનની ટીમ દ્વારા આ સીરીઝ પ્રથમ મેચમાં શાનદાર જીત પ્રાપ્ત કરવામાં આવી છે. બુલાવાયોના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી આ મેચ પાકિસ્તાનની ટીમ દ્વારા 57 રન થી શાનદાર જીત પ્રાપ્ત કરવામાં આવી હતી. પાકિસ્તાનની જીત માં એક ખેલાડી દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી અને આ દરમિયાન આ ખેલાડી દ્વારા પાકિસ્તાન માટે એક મોટો રેકોર્ડ પણ બનાવવામાં આવ્યો હતો. આ ખેલાડી પાકિસ્તાન નો ફાસ્ટ બોલર Haris Rauf રહેલો છે.

Haris Rauf એ બનાવ્યો શાનદાર રેકોર્ડ

પાકિસ્તાન ના ફાસ્ટ બોલર Haris Rauf દ્વારા ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20 મેચમાં બે વિકેટ પ્રાપ્ત કરવામાં આવી હતી. આ મેચમાં પ્રથમ વિકેટ લઈને તેના દ્વારા એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી હતી. તેની સાથે તે T20 ઈન્ટરનેશનલ માં પાકિસ્તાન તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બની ગયો હતો. Haris Rauf દ્વારા રેયાન બર્લની વિકેટ આઉટ કરીને આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી હતી. Haris Rauf દ્વારા 15 મી ઓવરમાં બ્લેસિંગ મુઝારાબાનીને પણ આઉટ કરવામાં આવ્યો હતો. આ સાથે હવે T-20 ઈન્ટરનેશનલ માં તેમની કુલ 109 વિકેટ થઈ ગઈ છે. Haris Rauf દ્વારા માત્ર 76 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે. તેને આ બાબતમાં શાદાબ ખાન ને પાછળ છોડી દીધો હતો. શાદાબ ખાન દ્વારા T20 ઈન્ટરનેશનલ માં કુલ 107 વિકેટ લેવામાં આવી છે.

T20 આંતરરાષ્ટ્રીય માં પાકિસ્તાન તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર

Haris Rauf : 76 મેચમાં 109 વિકેટ

શાદાબ ખાન : 104 મેચમાં 107 વિકેટ

શાહીન આફ્રિદી : 73 મેચમાં 97 વિકેટ

શાહિદ આફ્રિદી : 98 મેચમાં 97 વિકેટ

ઉમર ગુલ : 60 મેચમાં 85 વિકેટ

બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચમાં પાકિસ્તાન ના કેપ્ટન દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉસ્માન ખાન, તૈયબ તાહિર અને ઈરફાન ખાનના મજબૂત યોગદાનના લીધે પાકિસ્તાને પ્રથમ ઇનિંગમાં 165 રન બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ 166 રન ના ટાર્ગેટ નો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 15.3 ઓવરમાં માત્ર 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે પાકિસ્તાન દ્વારા આ સીરીઝમાં 1-0 ની લીડ પ્રાપ્ત કરી લેવામાં આવી હતી. સીરીઝની આગામી મેચ 3 ડિસેમ્બરના રોજ આ મેદાન પર જ રમાવવા ની છે.

Share This Article
Leave a comment