Pakistan : શાહબાઝ શરીફ સરકારને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં ફેરફારને આપી મંજૂરી

Amit Darji

Pakistan ની સુપ્રીમ કોર્ટે શેહબાઝ શરીફ સરકારને મોટી રાહત આપતા ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં કરવામાં આવેલા ફેરફારોને લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ કાઝી ફૈઝ ઈસાએ સંઘીય સરકાર અને અન્ય પક્ષકારો દ્વારા દાખલ કરવામાં ઈન્ટ્રા-કોર્ટ અપીલ પર આ નિર્ણય લીધો છે. પાંચ જજોની બેન્ચ દ્વારા ગત છ જૂનના રોજ આ મામલામાં લીધેલો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી) કાયદામાં થયેલા સુધારાને ફગાવી દીધો હતો, પરંતુ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાનો નિર્ણય ફેરવી દેવામાં આવ્યો છે.

મે 2023 માં, શેહબાઝ શરીફના નેતૃત્વ હેઠળની પાકિસ્તાન સરકાર દ્વારા નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. ઈમરાન ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટી દ્વારા કાયદાની ટીકા કરાઈ હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે, તેના લીધે આસિફ અલી ઝરદારી, શહેબાઝ શરીફ અને તેમના ભાઈ નવાઝ શરીફ જેવા અગ્રણી રાજકારણીઓ  સામેના ભ્રષ્ટાચારના કેસ પરત ખેંચવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વડા પ્રધાન ખાને સુપ્રીમ કોર્ટમાં સુધારાને પડકારવામાં આવ્યો હતો, જેણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ફેરફારોને રદ કરી નાખ્યા હતા.

તેમની સાતમે પાકિસ્તાનની સંઘીય સરકારે ફરીથી અપીલ કરવામાં આવી હતી. જેના પર હવે કોર્ટે સર્વસંમતિથી અપીલની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો અને અગાઉ ગેરબંધારણીય જાહેર કરાયેલા સુધારાઓને પુનઃસ્થાપિત કર્યો હતો. કોર્ટ દ્વારા ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે, મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશો ‘સંસદના દ્વારપાળ’ હોઈ શકે નહીં. કોર્ટ દ્વારા તે પણ જણાવવામાં આવ્યું હતું કે, ‘જ્યારે પણ શક્ય હોય ત્યારે સુપ્રીમ કોર્ટે સંસદ દ્વારા બનાવેલા કાયદાને જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ’.

Share This Article
Leave a comment