Palak Sidhwani એ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના શોને કહ્યું અલવિદા, નિર્માતાઓ પર લગાવ્યો ગંભીર આરોપ

Amit Darji

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં સોનુ ભીડે તરીકે જોવા મળનાર અભિનેત્રી Palak Sidhwani એ એક સત્તાવાર નિવેદન જાહેર કરી નિર્માતાઓ દ્વારા તેમના પર માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમનું આ નિવેદન પ્રોડક્શન તરફથી કાનૂની નોટિસ મળ્યા બાદ સામે આવ્યું છે, જેમાં આરોપ છે કે, તેમણે પોતાના શરૂઆતી કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કર્યું છે.

તેની સાથે મીડિયાને આપેલ નિવેદનમાં પલક સિધવાની દ્વારા નિર્માતાઓના આરોપોને નકારવામાં આવ્યા છે. એવો પણ આરોપ હતો કે, તે ખૂબ જ સૌહાર્દપૂર્ણ રીતે રાજીનામું આપી રહી હતી પરંતુ નિર્માતાઓને આ પસંદ આવ્યું નહોતું. નીલા ફિલ્મ્સે પલક પર પોતાના કોન્ટ્રાક્ટમાં મહત્વની કલમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નોટિસમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, અભિનેત્રીએ અનેક મૌખિક અને લેખિત ચેતવણીઓ હોવા છતાં પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. જેના કારણે શો અને સોનુ ભીડેના પાત્રને ઘણું નુકસાન પહોંચ્યું હતું.

તેમ છતાં Palak Sidhwani દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તેમણે પાંચ વર્ષ પહેલા આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને નિર્માતાઓને તેમના સોશિયલ મીડિયા સમર્થન કરવા વિશેમાં જાણ હતી. સત્તાવાર નિવેદનમાં લખ્યું છે કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ પલક સિંધવાની, જે સોનુનું પાત્ર ભજવે છે, તેણે નિર્માતાઓ દ્વારા માનસિક સતામણી અને સતત ગેરવર્તણૂકના લીધે શો છોડી દીધો છે. તેના દ્વારા કરારના ભંગના આરોપોને પણ નકારી કાઢવામાં આવ્યા છે.

તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, હવે જ્યારે તેમણે શો છોડી દીધો છે તો નિર્માતા તેને હેરાન કરવા માટે મુદ્દાઓ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પલક દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે, તેને પોતાના કોન્ટ્રાક્ટની કોપી વર્ષો પછી મળી છે. અભિનેત્રી દ્વારા શેર કરતા જણાવવામાં આવ્યું છે કે, તેણે કોવિડ સમયગાળા દરમિયાન બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું પરંતુ રાજીનામું આપ્યા પછી તેને સમસ્યાઓ ઊભી થઈ હતી.

બોમ્બે ટાઈમ્સ સાથેના એક ઈન્ટરવ્યુંમાં 26 વર્ષીય અભિનેત્રીએ જણાવ્યું છે કે, તેણે 8 ઓગસ્ટના રોજ શો છોડવાના તેના નિર્ણય વિશે પ્રોડક્શનને જાણ કરી હતી, પરંતુ નિર્માતાઓએ તેના પર ધ્યાન આપ્યું નહીં અને તેને પોતાના સત્તાવાર ઇમેઇલની રાહ જોવાનું કહ્યું હતું. ચાર વર્ષ પહેલા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં સામેલ થયેલી પલક દ્વારા નિધિ ભાનુશાળીની જગ્યાએ સોનુ ભીડેની ભૂમિકા `ભજવવામાં આવી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’, ભારતીય ટેલિવિઝન ઈતિહાસના સૌથી લાંબા સમય સુધી ચાલનાર શોમાંના એકના તાજેતરમાં 16 વર્ષ પૂર્ણ થયા હતા.

Share This Article
Leave a comment