PM Narendra Modi ને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ, મુંબઈ પોલીસને શનિવારના રોજ વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપતો મેસેજ પ્રાપ્ત થયો હતો. મુંબઈ ટ્રાફિક પોલીસ ની હેલ્પલાઈન પર મળેલા આ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના બે એજન્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. મેસેજ મળતા જ મુંબઈ પોલીસની ટીમ એલર્ટ મોડ પર આવી ગઈ હતી.
તેની સાથે આ ધમકીભર્યા મેસેજ પર પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમને જે નંબર પરથી આ મેસેજ પ્રાપ્ત થયો હતો તેની તપાસ કરવામાં આવી રહી હતી. અમને જાણકારી મળી હતી કે, આ નંબર અજમેર રાજસ્થાનનો રહેલો છે. અમારી એક ટીમ શંકાસ્પદ વ્યક્તિ ને પકડવા માટે તાત્કાલિક રાજસ્થાન થઈ ગઈ છે.
વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે, આ ધમકીભર્યો મેસેજ વહેલી સવારના અમારી ટ્રાફિક કંટ્રોલ ટીમની હેલ્પલાઈન પર પ્રાપ્ત થયો હતો. આ મેસેજમાં ISI ના બે એજન્ટો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્ર વિશે કહેવામાં આવ્યું હતું. જો આ મેસેજ પર વિશ્વાસ કરીએ તો બંને એજન્ટ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને બોમ્બથી ઉડાવી દેવાની યોજના બનાવવામાં આવી રહી છે. અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે કે, તપાસકર્તાઓને શંકા રહેલી છે કે ધમકી આપનાર વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ અથવા દારૂના નશામાં હોઈ તેવી શક્યતા છે. આ બાબતમાં હજુ તપાસ કરવામાં આવી રહી છે. તેમ છતાં ભારતીય ન્યાયિક સંહિતાની સંબંધિત કલમો હેઠળ આ વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવેલ છે. મુંબઈ પોલીસ ની હેલ્પલાઈન પર આવા ધમકીભર્યા કોલ અને મેસેજ આવી ચુકેલા છે.
તેની સાથે જણાવી દઈએ કે, છેલ્લા દસ દિવસમાં મુંબઈ પોલીસને અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાના બે મેસેજ પ્રાપ્ત થયા છે. હાલમાં જ એક ધમકી ભર્યો મેસેજ પ્રાપ્ત થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો સલમાન ખાન જીવતો રહેવા ઈચ્છે છે તેને બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ અને ત્યાં સમાજ માટે 5 કરોડ રૂપિયાનું દાન કરવું જોઈએ. જો તે આવું કરશે નહીં તો અમે તેને જાનથી મારી નાખીશું. બિશ્નોઈ ગેંગ હજુ પણ સક્રિય રહેલી છે.
સલમાન ખાનને બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી ચુકી છે. ધમકી ઓ અંગે વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ધમકીઓ બહુ ગંભીર નથી પરંતુ તેમ છતાં અમે તેને અવગણી શકીએ નહીં. અમારી ટીમે અભિનેતાની સુરક્ષા વધારી દીધી છે. તેમણે કહ્યું કે સાયબર ક્રાઈમ ટીમ મેસેજને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે એ પણ શોધી રહ્યા છીએ કે શું મેસેજ મોકલનાર વ્યક્તિ ખરેખર બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલી છે કે પછી તેણે માત્ર મજાક તરીકે મેસેજ મોકલ્યો છે.