PM Narendra Modi ને મારી નાખવાની મળી ધમકી, મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો

Amit Darji

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મુંબઇ પોલીસ ના કંટ્રોલ રૂમમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ફોન કરીને PM Narendra Modi ને જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે. પોલીસ દ્વારા હાલમાં આ મામલામાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

તેની સાથે જણાવી દઈએ કે, હરિયાણાના એક વ્યક્તિ દ્વારા 2023 માં વીડિયો વાયરલ કરવામાં આવતા પીએમ નરેન્દ્ર મોદીને ગોળી મારવાની ધમકી આપવામાં આવી હતી. વીડિયોમાં યુવક દ્વારા પોતાને હરિયાણાનો બદમાશ ગણાવવામાં આવ્યો હતો. વીડિયો માં તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારી સામે આવ્યા તો હું તેમને ગોળી મારીને દઈશ.

તમને જણાવી દઈએ કે, 2022 માં પણ પીએમ નરેન્દ્ર મોદીને જેવિયર નામના વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જેવિયર દ્વારા કેરળ ભાજપના અધ્યક્ષ કે. સુરેન્દ્રન ને મોકલેલા પત્રમાં જાનથી મારવાની ધમકી આપતા લખવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીની હાલત રાજીવ ગાંધી જેવી થશે, તે સમયે પીએમ નરેન્દ્ર મોદી કેરળના પ્રવાસે જવાના હતા. ત્યાર બાદ પોલીસ દ્વારા ધમકી આપનારની ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -

આ સિવાય 2018 માં મહારાષ્ટ્રના મોહમ્મદ અલાઉદ્દીન ખાન નામના વ્યક્તિ દ્વારા ફેસબુક પેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. તેના દ્વારા તેને પોતાને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સભ્ય ગણાવવાની સાથે દેશના પાંચ મુખ્ય શહેરોમાં વિસ્ફોટ કરવાનું કહ્યું હતું.

તમને જણાવી દઈએ કે, દેશના વડાપ્રધાન ની સુરક્ષાની જવાબદારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) પાસે રહેલી હોય છે. વડાપ્રધાનની ચારે તરફ સુરક્ષા ઘેરો SPG જવાનોનો જ રહેલો છે. પીએમની સુરક્ષામાં રહેલા જવાનોને અમેરિકાની સીક્રેટ સર્વિસની ગાઇડલાઇન મુજબ ટ્રેનિંગ અપાઈ છે. તેમની પાસે MNF-2000 અસોલ્ટ રાઇફલ, ઓટોમેટિક ગન અને 17 એમ રિવોલ્વર જેવા મોર્ડન હથિયાર રહેલા હોય છે.

- Advertisement -
Share This Article
Leave a comment