યુક્રેન પ્રવાસથી પરત ફર્યા બાદ PM Narendra Modi વૈશ્વિક દેશોના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનોથી વાત કરી રહ્યા છે. એવામાં મંગળવારના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરવામાં આવી હતી. તેમણે રશિયા-યુક્રેન સંઘર્ષ અંગે પોતાની અભિપ્રાય જણાવ્યો હતો. તેની સાથે પુતિનની પ્રતિક્રિયા પણ તેમણે જાણી હતી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોડી દ્વારા પુતિનને યુક્રેન મુલાકાત વિશેની પણ જાણકારી આપી હતી.
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું હતું કે, તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા કરી હતી. રશિયા-યુક્રેન સંઘર્ષ અને યુક્રેનની તાજેતારની યાત્રાને લઈને વાત કરી હતી. તેમને સંઘર્ષ પછી સ્થાયી અને શાંતિપૂર્ણ નિરાકરણને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથેની વાતચીત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ 22 મી ભારત-રશિયા દ્વિપક્ષીય સમિટમાં ભાગ લેવા માટે ગયા મહિને રશિયાની પોતાની સફળ મુલાકાતને યાદ કરી હતી. બંને નેતાઓએ અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમને પરસ્પર હિતના અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. બંને નેતાઓ સંપર્કમાં રહેવા માટે સંમત થઈ ગયા હતા.
જ્યારે સોમવારના પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનથી ફોનથી પર વાત કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર આ વાતચીત વિશે જણાવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તેમના અને બાઇડન વચ્ચે ઘણા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે પણ વાત કરી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, પીએમ નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન અલ્બનીઝે દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ અને બહુરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર સહયોગને લઈને વાત કરી હતી.