ન્યુયોર્કમાં PM Narendra Modi નો ભવ્ય કાર્યક્રમ, 24 હજારથી વધુ ભારતીય પ્રવાસીઓ આવશે

Amit Darji

PM Narendra Modi આવતા મહિને ન્યૂયોર્કમાં ભારતીય મૂળના અમેરિકન નાગરિકોને સંબોધિત કરવાના છે. આ મોટા કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે 24 હજારથી વધુ ભારતીય પ્રવાસીઓએ પોતાનું નામ નોંધાવ્યું છે.

22 સપ્ટેમ્બરના રોજ યોજાવનાર કાર્યક્રમનું નામ ‘મોદી અને યુએસ પ્રોગ્રેસ ટુગેધર’ નામ રાખવામાં આવેલ છે અને તે નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલેજિયમ ખાતે યોજાવવાનો છે. આ હોલની ક્ષમતા 15 હજાર લોકોની રહેલી છે. પરંતુ તે સ્પષ્ટ છે કે, અહીં ક્ષમતા કરતા ઘણા વધુ લોકો હાજર રહેવાના છે. તેના સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 26 સપ્ટેમ્બરના રોજ અહીં ઉચ્ચ સ્તરીય સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રને પણ સંબોધિત કરવામાં આવશે.

42 રાજ્યોથી સામેલ થશે ભારતીય

ઈન્ડો-અમેરિકન કોમ્યુનિટી ઓફ યુએસએ (ICU) દ્વારા જણાવામાં આવ્યું છે કે, આ મોટા ઈવેન્ટમાં ભાગ લેવા માટે 24 હજારથી વધુ ભારતીયો દ્વારા તેમના નામ નોંધાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, 590 સામુદાયિક સંસ્થાઓ તરફથી નોંધણી કરવામાં આવી છે, જેમાં તમામ દ્વારા સંયુક્ત રાજ્યભરમાં ‘વેલકમ પાર્ટનર્સ’ તરીકે સહી કરવામાં આવી છે. અમેરિકાના ઓછામાં ઓછા 42 રાજ્યોમાંથી ભારતીય અમેરિકનો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી આશા રહેલી છે.

ઈવેન્ટના મુખ્ય આયોજક દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘અમે ઈચ્છીએ છીએ કે, આ ઐતિહાસિક ઈવેન્ટમાં વધુમાં વધુ લોકો ભાગ લઇ શકે છે. અમે બેઠક વ્યવસ્થા વધારવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. ‘નરેન્દ્ર મોદી અને અમેરિકા’ કાર્યક્રમ ભારતીય-અમેરિકન સમુદાયની એકબીજા સાથે જોડાયેલી સંસ્કૃતિની ઉજવણી કરવામાં આવશે. આ ઈવેન્ટમાં વેપાર, વિજ્ઞાન, મનોરંજન અને કલાના ક્ષેત્રોમાં પ્રમુખ ભારતીય-અમેરિકનો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન અને પ્રસ્તુતિઓ પણ દેખાડવામાં આવશે.

આ અગાઉ વર્ષ 2019 માં નરેન્દ્ર મોદીએ ટેક્સાસના હ્યુસ્ટનમાં એનઆરજી સ્ટેડિયમમાં મેગા કોમ્યુનિટી ઇવેન્ટ ‘હાઉડી મોદી’ ને સંબોધિત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે હાજર રહેલા હતા. આ વર્ષે અમેરિકાનો તેમનો પ્રવાસ એવા સમયે રાખવામાં આવ્યો છે જ્યારે દેશમાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

Share This Article
Leave a comment