Mehsana જિલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ ગામમાં ડાયરામાં જાહેરમાં બે શખ્શો દ્વારા ફાઈરિંગ કરવામાં આવ્યું હતું. તે બાબતમાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરી બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે જ જેનાથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે બંદૂક પણ જપ્ત કરી લેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, કડી તાલુકાના ખેરપુર ગામમાં જોગણીમાતાના ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત 7 નવેમ્બરના રોજ રાત્રીના ડાયરાનું આયોજન કરાયું હતું. આ ડાયરામાં ભગાજી ઠાકોર અને મોતીભાઈ રબારી નામના બે શખ્સો દ્વારા બાર બોરની બંદૂકથી હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેની સાથે ડાયરામાં હવામાં ફાયરિંગ કરવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પણ વાયરલ થઈ ગયો હતો.
તેની સાથે પોલીસ દ્વારા ડાયરામાં ફાયરિંગ કરનારા આ બંને શખ્સો ભગાજી ઠાકોર અને મોતીભાઈ રબારી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફાયરિંગમાં ઉપયોગમાં લેવામાં આવેલી બાર બોરની બંદૂક પણ જપ્ત કરી લેવામાં આવી છે. આ ઘટનામાં આશ્ચર્યચકિત વાત એ પણ રહેલ છે કે, જે બંદૂક જપ્ત કરવામાં આવી તે ડાંગરવા ગામના ચિરાગસિંહ નામના આર્મીમેનની હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા આ ઘટનાને લઈને હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેની સાથે આ ફાયરિંગ કોની હાજરીમાં થયું હતું. જ્યારે ડાયરાના સંચાલકો અથવા કલાકારો દ્વારા આ લોકોને ફાયરિંગ કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા કે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં આ બાબતમાં કોઈ સામેલ હશે તો તેની સામે પણ પોલીસ દ્વારા સખ્ત પગલા ભરવામાં આવશે. પોલીસ દ્વારા ડાયરાના કલાકરોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે.