Surat માં ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારા બાદ પોલીસ એક્શન મોડમાં, 27 લોકોની કરી ધરપકડ

Amit Darji

Surat ના સૈયદપુરા વિસ્તારોમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી હતી. જ્યારે આ મામલામાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આ ઘટના બાદ પોલીસ દ્વારા આ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. તેની સાથે પોલીસ દ્વારા ડ્રોન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ ઘટનાને લઈને જણાવી દઈએ કે, સુરતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારાઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, સુરતના વરીયાળી બજાર ના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રીજી ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

વધુમાં જણાવી દઈએ કે, શ્રીજી ગણેશ પંડાલ પર ચાલતી રિક્ષામાંથી છ જેટલા નાની ઉંમરના કિશોરો દ્વારા  પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી છે. પથ્થરમારો કરવાની સાથે ત્યાં હાજર તમામ લોકો ભેગા થઈ ગયા હતા. તેમના દ્વારા બાળકોને પકડી પાસે પોલીસે સ્ટેશન પહોંચાડવામાં આવ્યા હતા. હાલમાં બાળકોના માતા પિતાને ત્યાં બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, આ દરમિયાન બંને પક્ષ એટલે કે પોલીસ સ્ટેશનમાં હાજર રજૂઆત કરનાર લોકો અને તે વિસ્તારના મોટી સંખ્યામાં મુસ્લિમ પક્ષના લોકો પણ એકત્રિત આવી ગયા હતા. ત્યાર બાદ બંને પક્ષ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને પથ્થરમારાની પરિસ્થતિ સર્જાઈ ગઈ હતી. ત્યાર બાદ ત્યાં હજાર પોલીસ કર્મચારીઓ દ્વારા બંને પક્ષ પર ટીયર ગેસ છોડી, લાઠી ચાર્જ પણ કરવામાં આવ્યો હતો.

આ ઘટનામાં પોલીસકર્મીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓને પણ ઈજા પહોંચી હતી. પોલીસ દ્વારા વીડિયોના આધારે કેટલાક આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા 27 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે સીસીટીવીના આધારે સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

Share This Article
Leave a comment