અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના અભિનીત ફિલ્મ ‘Pushpa 2 : ધ રૂલ’ નું સ્પેસિયલ સ્ક્રીનિંગ 4 ડિસેમ્બર ના રોજ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં આયોજીત કરવામાં આવ્યું હતું. જ્યારે અચાનક ફિલ્મના સ્ટાર્સ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના થિયેટરમાં પહોંચી ગયા હતા, તેના લીધે ભાગદોડ મચી ગઈ અને અરાજકતા ના લીધે એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તાજેતર ના સમાચારમાં મહિલા મૃત્યુ બાબતમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
રિપોર્ટ મુજબ, ધરપકડ કરાયેલા લોકોમાં સંધ્યા થિયેટરના માલિક અને મેનેજરની સાથે સિક્યોરિટી મેનેજર રહેલ છે. તેમના પર સલામતીના યોગ્ય પગલાં લાગુ કરવામાં બેદરકારીનો આરોપ મૂકવામાં આવેલ છે. તેમની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. સુપરસ્ટાર અલ્લુ અર્જુનને જોવા માટે મોટી ભીડ એકઠી થઈ ગઈ તે સમયે નાસભાગ મચી ગઈ હતી. તેના લીધે ભીડના અપૂરતા નિયંત્રણને કારણે અરાજકતા સર્જાઈ ગઈ હતી.
તેની સાથે ઘટના બાદ મૃતકના પરિવાર દ્વારા ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. BNS એક્ટની કલમ 3(5) સાથે કલમ 105 અને 118(1) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના ડીસીપી અક્ષંશ યાદવ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘ફરિયાદ અનુસાર થિયેટર મેનેજમેન્ટ, એક્ટર અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા ટીમને આરોપી બનાવવામાં આવેલ છે.’
ડીસીપી દ્વારા આ બાબતમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ‘અમારે તે ઓળખવું પડશે કે, ગઈકાલે તેમની સુરક્ષા ટીમમાં કોણ હાજર રહેલું હતું અને ક્યા લોકો દ્વરા ધક્કો મારવામાં આવ્યો હતો. તેના લીધે આ સ્થિતિ સર્જાઈ હતી. અમે ત્યાં તૈનાત રહેલા હતા અને પોલીસ તરફથી કોઈ ભૂલ થઈ નથી. તપાસ ચાલી રહી છે.
6 ડિસેમ્બરના રોજ અલ્લુ અર્જુન દ્વારા આખરે મહિલાના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા X પર માફી માંગ્યા પછી અભિનેતા દ્વારા શનિવારના રોજ હૈદરાબાદમાં એક પ્રેસ મીટ દરમિયાન આ વિશે વાત કરવામાં આવી હતી. તેમના દ્વારા માફી માંગવામાં આવી અને જણાવ્યું હતું કે, ‘અમે ખૂબ જ દિલગીર છું. અમને ખરેખર ખબર નહોતી કે શું થયું. હું 20 વર્ષથી આ (શરૂઆતી દિવસોમાં થિયેટરોમાં જઉં છું) કરી રહ્યો છું. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, આ બન્યું. અલ્લુ અર્જુન દ્વારા શોકગ્રસ્ત પરિવાર માટે 25 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. તેમના દ્વારા આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તેના 13 વર્ષના પુત્રનો મેડિકલ ખર્ચ ઉઠાવવાનું પણ વચન આપવામાં આવ્યું હતું.