RJD ના સુપ્રીમો Lalu Prasad Yadav ની મુશ્કેલીઓ વધારો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા બિહારના પૂર્વ સીએમ Lalu Prasad Yadav પર કથિત લેન્ડ ફોર જોબ કૌભાંડમાં કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. ગૃહ મંત્રાલય દ્વારા CBI ની અંતિમ ચાર્જશીટ પર કાર્યવાહી ને મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા દિલ્હી ની રાઉઝ એવન્યુ કોર્ટ ને આ અંગે જાણકારી આપવામાં આવેલ છે.
જાણકારી અનુસાર, ‘લેન્ડ ફોર જોબ’ સ્કેમ કેસની આગામી સુનાવણી 15 ઓક્ટોબર ના રોજ દિલ્હી કોર્ટમાં કરવામાં આવશે. સીબીઆઈ દ્વારા અન્ય આરોપીઓ સામે પણ કાર્યવાહી કરવા માટે ગૃહ મંત્રાલયને અરજી આપવામાં આવી છે. જ્યારે તપાસ એજન્સીને આશા રહેલી છે કે, તેમની મંજૂરી પણ ટૂંક સમયમાં પ્રાપ્ત થઈ જશે.
તમને જણાવી દઈએ કે એક દિવસ અગાઉ જ લેન્ડ ફોર જોબ કેસમાં મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં લાલુ પરિવાર ની મુશ્કેલીઓ વધારો થયો હતો. દિલ્હી ની રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા બુધવારના ED ની પૂરક ચાર્જશીટ ને ધ્યાનમાં લઈને આ કેસમાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ, પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને અન્ય આરોપીઓને સમન્સ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા તેમને સાત ઓક્ટોબરના હાજર થવા જણાવવામાં આવ્યું છે. તેની સાથે ખાસ વાત એ પણ રહેલી છે કે, આ મામલામાં લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ ને પણ પ્રથમ વખત કોર્ટ તરફથી સમન્સ આપવામાં આવેલ છે.
તેની સાથે વધુમાં જણાવી દઈએ કે, વર્ષ 2004 થી 2009 વચ્ચેના સમયગાળા દરમિયાન લાલુ યાદવ રેલવે મંત્રી રહેલા હતા. તેમના કાર્યકાળ દરમિયાન નિયમોની અવગણના કરીને કેટલાક લોકોને રેલવે ગ્રુપ ડી ની પોસ્ટ પર નોકરી અપાઈ હતી. તેના બદલામાં લાલુ પરિવારના સભ્યો અને અન્ય સહયોગીઓના નામ પર જમીનો ની નોંધણી કરવામાં આવી હોવાનો આરોપ લાગેલો છે. સીબીઆઈ દ્વારા આ કેસના ગુનાહિત પાસા પર તપાસ કરવામાં આવી રહી છે જ્યારે ઈડી મની લોન્ડરિંગના પાસા પર તપાસ કરવામાં આવી રહી છે. બંને તપાસ એજન્સીઓ દ્વારા લાલુ યાદવની મુશ્કેલી વધારવામાં આવી છે.