Rahul Dravid ની થઈ IPL માં વાપસી, રાજસ્થાન રોયલ્સે તેમને આપી મોટી જવાબદારી

Amit Darji

ભારતીય ટીમના મુખ્ય કોચ Rahul Dravid ની IPL 2025 પહેલા રાજસ્થાન રોયલ્સ વાપસી થઈ છે. તેમને ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરાયા છે. રાજસ્થાન રોયલ્સ સ્પોર્ટ્સ ગ્રૂપના સીઈઓ જેક લેશ મેક્રમ દ્વારા તેમને બેંગલુરુમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમને જર્સી ભેટ આપી અને તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેની જાણકારી ફ્રેન્ચાઇઝી દ્વારા ટ્વિટ કરીને આપવામાં આવી છે.

રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન ભારતે આ વર્ષે T-20 વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું હતું. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ બીજી વખત આ ટાઈટલ જીત્યું હતું. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને બેટ્સમેન રાહુલ દ્રવિડનો રાજસ્થાન રોયલ્સનો જૂનો સંબંધ રહેલો છે. તે આઈપીએલમાં આ ટીમની કેપ્ટનશીપ પણ કરી ચુક્યા છે. તેમના નેતૃત્વમાં રાજસ્થાને 2012 અને 2013 માં રમ્યું હતું. જ્યારે 2014 અને 2015 માં ટીમના મેન્ટર પર રહ્યા હતા. ત્યાર બાદ 2016 માં દિગ્ગજ દિલ્હી ડેરડેવિલ્સ સાથે જોડાયા હતા.

2019 માં રાહુલ દ્રવિડને બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. 2021 માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેમને ભારતીય પુરૂષ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જ ભારતે ICC ટ્રોફીનો દુષ્કાળ સમાપ્ત કર્યો હતો.

રાહુલ દ્રવિડની નિમણૂકતા બાદ ફ્રેન્ચાઇઝી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, રોયલ્સના ભૂતપૂર્વ કેપ્ટન અને કોચે 2011 થી 2015 સુધી ફ્રેન્ચાઇઝી સાથે પાંચ સીઝન પસાર કરી હતી અને હવે તે ટીમ સાથે કામ કરવાનું શરૂ કરી નાખશે. ફ્રેન્ચાઈઝીની સમગ્ર ક્રિકેટ રણનીતીને લાગુ કરવા માટે રોયલ્સ ક્રિકેટ નિર્દેશક કુમાર સંગાકારા સાથે કામ કરશે. રોયલ્સ સ્પોર્ટ્સ ગ્રૂપના સીઈઓ જેક લશ મેંક્રમે જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટમાં તેમના દ્વારા લાવવામાં આવેલ ફેરફાર તેમની અસાધારણ કોચિંગ ક્ષમતા સ્પષ્ટ છે. તેમનો ફ્રેન્ચાઈઝી સાથે પણ ઊંડો સંબંધ રહેલો છે.

રાહુલ દ્રવિડે નવી જવાબદારી મળ્યા બાદ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, વર્લ્ડ કપ બાદ, મને લાગે છે કે, મારા માટે બીજો પડકાર લેવાનો આ આદર્શ સમય રહેલો છે અને રોયલ્સ આવું કરવા માટે યોગ્ય સમય છે.

Share This Article
Leave a comment