બોલિવૂડ અભિનેત્રી અને મંડી થી સાંસદ કંગના રનૌત દ્વારા કૃષિ કાયદાને લઇને આપવામાં આવેલ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના સાંસદ કંગના રનૌત દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ પરત લાવવાની ખેડૂતો દ્વરા જ રજૂઆત કરવામાં આવી જોઈએ તેને લઈને વિવાદ ઉભો થયો છે. એવામાં પાર્ટીના દબાણ બાદ કંગના રનૌત દ્વારા આ મામલામાં માફી માંગતા જણાવવામાં આવ્યું હતું કે, હું કલાકાર પછી પહેલા ભાજપની કાર્યકર્તા રહેલી છું. તે પોતાના નિવેદન બદલ ખેદ અનુભવે છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા Rahul Gandhi દ્વારા પણ કંગના અને ભાજપ પાર્ટીને ઘેરવામાં આવી છે. રાહુલ ગાંધી દ્વારા ખેડૂતોના કાયદા પરત લાવવાના વિવાદ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરીને જવાબ માંગવામાં આવ્યો છે. રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે કે, 700 ખેડૂતોના જીવ ગયા પછી પણ ભાજપ તેનાથી સંતુષ્ટ નથી. રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે કે, પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આ મામલામાં સ્પષ્ટતા કરવામાં આવી જોઈએ.
તમને જણાવી દઈએ કે, લોકસભામાં વિપક્ષના નેતા દ્વારા ‘X’ પર પોસ્ટ કરીને સરકારને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘સરકારી નીતિ કોણ નક્કી કરી રહ્યું છે? ભાજપના સાંસદ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી? હરિયાણા – પંજાબ ના 700 થી વધુ ખેડૂતોના મોત બાદ પણ ભાજપના લોકોને સંતુષ્ટિ મળી નથી. INDIA ગઠબંધન અમારા અન્નદાતાઓ વિરુદ્ધ ભાજપના કોઈપણ પ્રકારના ષડયંત્રને સફળ થવા દેશે નહીં. જો ખેડૂતોને નુકસાન પહોંચશે તેવું કોઈ પણ પગલું ભરવામાં આવશે તો નરેન્દ્ર મોદીજી ને ફરીથી માફી માંગવી પડશે.
Rahul Gandhi દ્વારા એક વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, ‘ભાજપના લોકો વિચારોની આપ લે કરે છે. તેઓ કોઈને કહીને સાર્વજનિક રૂપે એક વિચાર આગળ મૂકવા કહીને પછી તે જોવે છે કે, તેની શું પ્રતિક્રિયા આવે છે. આવું જ થયું છે. તેમના એક સાંસદ દ્વારા કાળા કૃષિ કાયદાને પરત લાવવાની વાત કરવામાં આવી છે.
તેની સાથે Rahul Gandhi દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘મોદીજી, કૃપા કરીને સ્પષ્ટ કરો કે શું તમે આ કાળા કૃષિ કાયદાઓને પરત લાવવા ઈચ્છો છો.? તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શહીદ ખેડૂતો માટે સંસદમાં બે મિનિટનું મૌન પણ પાળવા દેવામાં આવ્યું નહોતું.
તમને જણાવી દઈએ કે, કંગના રનૌત દ્વારા મંગળવારના જણાવવામાં આવ્યું હતું કે, ‘ખેડૂતો ભારતની પ્રગતિ ના આધાર સ્તંભ રહેલા છે. તેમના દ્વારા માત્ર અમુક રાજ્યોમાં જ કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. હું હાથ જોડીને અપીલ કરું છું કે, ખેડૂતોના હિતમાં આ કૃષિ કાયદાઓ પરત લાવવા જોઈએ. એવામાં આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.