Rajkot નો પ્રખ્યાત લોકમેળો રદ કરાયો, સ્ટોલધારકોને 100 ટકા રકમ આપવામાં આવશે પરત

Amit Darji

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે. એવામાં હવે ભારે વરસાદના લીધે Rajkot માં લોકમેળો રદ કરાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. સ્ટોલ ધારકો દ્વારા ભરેલી રકમ તથા ડિપોઝિટને 100 ટકા રકમ પરત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 24 ઓગસ્ટના રોજ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા લોકમેળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ દિવસમાં લાખો લોકો મેળાની મુલાકાતે આવે તેવી શક્યતા રહેલી હતી. તેમ છતાં ભારે વરસાદના લીધે રેસકોર્સ મેદાનમાં પાણી ભરાઈ ગયું હતું. શરૂઆતમાં વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી કે, મેળાની તારીખ લંબાવી દેવામાં આવે. તેમ છતાં હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે. એવામાં સરકાર દ્વારા લોકમેળો રદ કરવાનો જ નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, રાજકોટમાં સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં સતત 10 ઇંચ વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે.

રાજકોટમાં આખી રાત ભારે વરસાદના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયેલ છે. ભારે વરસાદના લીધે અંડર પાસ પણ બંધ કરી દેવામાં આવતાં અનેક રસ્તાઓ બંધ થયા છે. બીઆરટીએસ સેવા પણ હાલમ બંધ હાલતમાં રહેલ છે. રાજકોટમાં ઉપલેટાના મોજીરા નજીક આવેલ મોજ ડેમ ઓવરફ્લો થઈ ગયાની જાણકારી મળી રહી છે. એવામાં મહિલા અંડર પાસ પાણીમાં ગરકાવ થતા બંધ કરવો પડ્યો છે.

Share This Article
Leave a comment