બોલિવૂડ અભિનેતા Ranbir Kapoor ની ફિલ્મ એનિમલ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આપણે બધા જાણીએ જ આ ફિલ્મનો બીજો ભાગ આવવાનો છે. તેની ચાહકો દ્વારા આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. સંદિર રેડ્ડીની આ ફિલ્મમાં રણબીર કપૂરની સાથે રશ્મિકા મંદન્ના, તૃપ્તિ ડિમરી અને બોબી દેઓલ મહત્વની ભૂમિકામાં રહ્યા હતા. રણબીર કપૂરની આ ફિલ્મ વર્ષ 2023 માં રિલીઝ થઈ હતી અને તેને ઘણા રેકોર્ડ તોડ્યા હતા. આવી સ્થિતિમાં ચાહકો દ્વારા તેને લઈને આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. એવામાં રણબીર કપૂર દ્વારા તેની ફિલ્મ એનિમલ ના ત્રીજા ભાગ વિશે ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે.
એક ઈન્ટરવ્યુમાં Ranbir Kapoor દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સંદીપ રેડ્ડી હાલમાં બીજી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ વર્ષ 2017 માં લોન્ચ થઈ હતી. આ ફિલ્મ આવવામાં હજી ઘણો સમય બાકી રહેલો છે. પોતાના પાત્ર રણવિજય વિશે વાત કરતાં રણબીર કપૂર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘હું એનિમલ ના ત્રણ ભાગ ઈચ્છી રહ્યો છે. મને આવા પાત્રો ભજવવામાં ખૂબ મજા આવે છે. હું હાલમાં એનિમલ પાર્ક માં વ્યસ્ત રહેલો છું. અમે એનિમલની વાર્તાને કેવી રીતે આગળ લઈ જવી તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હું આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે આ વખતે હું બે પાત્રો ભજવવાનો છું.
તેની સાથે વધુમાં જણાવી દઈએ કે, રણબીર કપૂર દ્વારા એનિમલ પાર્કમાં કામ કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ રણબીર એનિમલ કિંગડમ નામની ફિલ્મનું શૂટિંગ કરશે જે એનિમલ નો ત્રીજો ભાગ રહેવાનો છે. આ દરમિયાન રણબીર કપૂર દ્વારા બ્રહ્માસ્ત્ર 2 વિશે પણ વાત કરવામાં આવી હતી. રણબીર કપૂર દ્વારા કબુલવામાં આવ્યું હતું કે, ‘અયાન મુખર્જી હાલમાં બ્રહ્માસ્ત્ર 2 ની સ્ટોરી પર કામ કરી રહ્યા છે. બ્રહ્માસ્ત્ર 2 માં મારી સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળવાની છે. તેમ છતાં બાકીના કલાકારો વિશે હું વધુ જાણકારી આપી શકું તેમ નથી.