ભારતીય ટીમના અનુભવી ઓફ સ્પિનર Ravichandran Ashwin દ્વારા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ચાલી રહેલી દુલીપ ટ્રોફીમાં ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) લાગુ કરવાના નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે. રવિચંદ્રન અશ્વિન દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેનાથી યુવા બેટ્સમેનોને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતા પહેલા જરૂરી ટેકનિકલ ફેરફારો કરવામાં મદદ થશે.
રવિચંદ્રન અશ્વિન અનંતપુરમાં રમાયેલી દુલીપ ટ્રોફી મેચ દરમિયાન ઇન્ડિયા ડીના બેટ્સમેન રિકી ભુઈને એલબીડબ્લ્યુ આઉટ આપ્યા બાદ ચાલી રહેલી ચર્ચાને લઈને તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. મેદાન પરના અમ્પાયર દ્વારા બેટ્સમેનને આઉટ આપ્યો નહોતો. પરંતુ ઈન્ડિયા સીએ ડીઆરએસનો સહારો લીધો ત્યાર બાદ રિકી ભુઈને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. આ મેચમાં ઈન્ડિયા સી દ્વારા ઈન્ડિયા ડીને ચાર વિકેટથી હરાવવામાં આવ્યું હતું.
રવિચંદ્રન અશ્વિન દ્વારા ટ્વિટર પર લખવામાં આવ્યું છે કે, “ડોમેસ્ટિક ક્રિકેટ માટે DRS માત્ર યોગ્ય નિર્ણયો લેવા માટે મર્યાદિત નથી. શુક્રવાર સાંજના માનવ સુથારની બોલ પર રિકી ભુઇનું આઉટ એ બેટ્સમેનનો ઉત્તમ કિસ્સો રહેલો છે જે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં આ ટેકનિક ન હોત તો આઉટ થવાથી બચી જાત. ડીઆરએસ પહેલા આગળ વધીને રમવું કોઈ ખામીયુક્ત તકનીક ન હતી પરંતુ હવે તે છે. જૂના જમાનામાં બેટ્સમેનોને માત્ર એટલા માટે નોટ આઉટ આપવામાં આવતા હતા કે, કેમકે તે ફ્રન્ટ ફૂટ પર રમવામાં સફળ રહેતા હતા.
રવિચંદ્રન અશ્વિનનું માનવું છે કે, હવે બોલરોની પાસે મેદાની અમ્પાયરનો નિર્ણય ફેરવવા માટે ડીઆરએસનો સહારો છે તેના લીધે પોતાની કારકિર્દીમાં શરૂઆતમાં જ પોતાની ટેકનીકમાં આવશ્યક ફેરફાર કરવા પડશે. તેમણે જણાવ્યું કે, હવે પોતાના બેટને પેડની પાછળ રાખવું ઘાતક બની શકે છે. રિકીને આ સમજવા માટે સંપૂર્ણ ટેસ્ટ સીરીઝ લાગી શકે છે કે, તે પોતાની રમતમાં કઈ રીતના ફેરફાર કરે છે. તેનાથી તેમની કારકિર્દી પણ સમાપ્ત થઈ શકે છે.લ