Ravichandran Ashwin એ આઈપીએલની ઓલટાઇમ પ્લેઇંગ ઈલેવનની કરી પસંદગી, આ સ્ટાર ખેલાડીઓને આપ્યું સ્થાન…

Amit Darji

ભારતીય અનુભવી સ્પિનર ​​Ravichandran Ashwin દ્વારા તેમની ઓલટાઈમ પ્લેઈંગ-11 પસંદ કરવામાં આવી છે. જેમાં કુલ સાત ભારતીયોનો તેમના દ્વારા સામેલ કરવામાં આવ્યા છે. તેમ છતાં રવિચંદ્રન અશ્વિન દ્વારા કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. તેમના દ્વારા આ પ્લેઈંગ-11 માં ક્રિસ ગેઈલ, કિરોન પોલાર્ડ, આન્દ્રે રસેલ, ગૌતમ ગંભીર જેવા સુપરસ્ટાર ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા નથી.

રવિચંદ્રન અશ્વિન દ્વારા ઓલટાઈમ પ્લેઇંગ ઈલેવનમાં મુંબઈ ઈન્ડિયન્સના ચાર ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે તેમની જૂની ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સના માત્ર બે ખેલાડીઓનો સામેલ કરવામાં આવ્યા હતા.  કેપ્ટનશિપમાં Ravichandran Ashwin દ્વારા રોહિત શર્મા અને વિરાટ કોહલી કરતા મહેન્દ્ર સિંહ ધોનીને પસંદ કરવામાં આવ્યા છે. તેની સાથે રવિચંદ્રન અશ્વિન દ્વારા પૂર્વ કેપ્ટન ધોનીને શ્રેષ્ઠ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. રવિચંદ્રન અશ્વિન દ્વારા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરના શ્રીકાંતની યુટ્યુબ ચેનલ ‘ચીકી ચીકા’ પર એક ચેટ શો દરમિયાન આ ટીમ પસંદ કરવામાં આવી હતી.

Ravichandran Ashwin દ્વારા ઓપનર તરીકે રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડી પસંદ કરવામાં આવી છે. જ્યારે સુરેશ રૈનાને ત્રીજા નંબરે બેટિંગ કરવા માટે પસંદ કર્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી આઈપીએલમાં ઘણા સમયથી પોત-પોતાની ફ્રેન્ચાઈઝી માટે ઓપનિંગ કરી રહ્યા છે. આ વર્ષે, બંને દિગ્ગજો દ્વારા T20 વર્લ્ડ કપમાં પણ ભારત માટે ઓપનિંગ કરવામાં આવ્યું હતું. અશ્વિન દ્વારા ચોથા નંબર પર સૂર્યકુમાર યાદવને પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે પાંચમા નંબર પર મિસ્ટર 360 એબી ડી વિલિયર્સને જગ્યા આપી છે. વિકેટકીપિંગના મામલામાં રવિચંદ્રન અશ્વિન દ્વારા મહેન્દ્ર સિંહ ધોનીની પસંદ કરવામાં આવ્યા અને તેમને કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

તેની સાથે રવિચંદ્રન અશ્વિન દ્વારા IPL ના સૌથી વધુ વિકેટ લેનારા સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે સ્પિન બોલિંગ વિભાગમાં અશ્વિને સુનીલ નારાયણ અને રાશિદ ખાનની જોડી પસંદ કરી છે. આ સિવાય સ્પિનિંગ સિવાય આ બંનેને અશ્વિને તેમની બેટિંગ કૌશલ્ય માટે પસંદ કરવામાં આવ્યા હતા.

રવિચંદ્રન અશ્વિન દ્વારા ટીમમાં કુલ ત્રણ ઝડપી બોલરોની પસંદગી કરવામાં આવ્યા હતા. જેમાં લસિથ મલિંગાની સાથે ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહને પસંદ કર્યા છે.

રવિચંદ્રન અશ્વિનની ઓલ ટાઈમ આઈપીએલ ઈલેવન : રોહિત શર્મા, વિરાટ કોહલી, સુરેશ રૈના, સૂર્યકુમાર યાદવ, એબી ડી વિલિયર્સ, એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), સુનીલ નારાયણ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને લસિથ મલિંગા.

Share This Article
Leave a comment