બાંગ્લાદેશ સામે Ravichandran Ashwin ની શાનદાર સદી, મહેન્દ્ર સિંહ ધોનીના આ ખાસ રેકોર્ડની કરી બરાબરી

Amit Darji

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ માં રમાઈ રહેલી બે મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમના સ્પિન ઓલરાઉન્ડર Ravichandran Ashwin શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું છે. રવિચંદ્રન અશ્વિને ચેન્નાઈ ટેસ્ટ મેચ ના પ્રથમ દિવસ ના છેલ્લા સેશનમાં ટેસ્ટ ક્રિકેટમાં પોતાની છઠ્ઠી સદી પૂર્ણ કરી અને ટીમ ઈન્ડિયા ના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ટેસ્ટ સદીના રેકોર્ડની પણ બરાબરી કર લીધી હતી. તેમણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 6 સદી ફટકારી હતી. ચેન્નાઈ ટેસ્ટ મેચના પહેલા દિવસના અંતે ભારતીય ટીમ દ્વારા તેના પ્રથમ દાવમાં 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવવામાં આવ્યા હતા. જેમાં અશ્વિન 102 રન બનાવીને અણનમ બેટિંગ કરી રહ્યો હતો અને રવિન્દ્ર જાડેજા 86 રન બનાવીને અણનમ બેટિંગ કરી રહ્યો હતો. અત્યાર સુધી બંને વચ્ચે સાતમી વિકેટ માટે 195 રનની ભાગીદારી થઈ ગયેલ છે.

ચેન્નાઈ ટેસ્ટ મેચમાં Ravichandran Ashwin જ્યારે બેટિંગ કરવા આવ્યા ત્યારે ભારતીય ટીમે 144 ના સ્કોર સુધી 6 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ રવિચંદ્રન અશ્વિને જાડેજા સાથે મળીને ઇનિંગ્સ ને સંભાળી અને રન ની ગતિ વધારવાનું કામ કર્યું હતું. રવિચંદ્રન અશ્વિને સતત ખરાબ બોલને બાઉન્ડ્રી પાર મોકલવામાં કોઈ ભૂલ કરી નહોતી. ચેપોક જે તેમના હોમ ગ્રાઉન્ડ પણ છે ત્યાં પર ટેસ્ટ ક્રિકેટમાં તેમની બીજી સદી છે. રવિચંદ્રન અશ્વિન ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સદી ફટકારનાર પાંચમો સૌથી ઉંમરલાયક ખેલાડી છે.

ભારત માટે ટેસ્ટમાં સદી ફટકારનાર સૌથી વધુ ઉમરલાયક ખેલાડી

વિજય મર્ચન્ટ – 40 વર્ષ 21 દિવસ (વિ. ઇંગ્લેન્ડ, દિલ્હી ટેસ્ટ, વર્ષ 1951)

રાહુલ દ્રવિડ – 38 વર્ષ 307 દિવસ (વિ. વેસ્ટ ઈન્ડિઝ, કોલકાતા ટેસ્ટ, વર્ષ 2011)

વિનુ માંકડ – 38 વર્ષ 269 દિવસ (વિ. ન્યુઝીલેન્ડ, ચેન્નાઈ ટેસ્ટ, 1956)

વિનુ માંકડ – 38 વર્ષ 234 દિવસ (વિ. ન્યુઝીલેન્ડ, મુંબઈ ટેસ્ટ, 1955)

રવિચંદ્રન અશ્વિન – 38 વર્ષ 2 દિવસ (વિ. બાંગ્લાદેશ, ચેન્નાઈ ટેસ્ટ, 2024)

ટીમ ઈન્ડિયા માટે રવિચંદ્રન અશ્વિન સાતમા અથવા તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરતી વખતે ચાર સદી ફટકારવા ના મામલામાં ધોનીની બરાબરી પર પહોંચી ગયા છે. આ યાદીમાં પ્રથમ સ્થાન પર ભારતીય ટીમના વિશ્વવિજેતા કેપ્ટન કપિલ દેવ છે જેમણે કુલ સાત સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં રવિચંદ્રન અશ્વિનની આ અત્યાર સુધીની સૌથી ઝડપી સદી પણ છે, જેમાં તેણે બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટ મેચમાં માત્ર 108 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી લીધી હતી.

Share This Article
Leave a comment