Reliance Jio નો 84 દિવસનો શાનદાર પ્લાન, જેમાં યુઝર્સને મળી રહ્યું Disney+ Hotstar સબસ્ક્રિપ્શન

Amit Darji

Reliance Jio ના યુઝર્સને માટે અમે આજે એક શાનદાર રિચાર્જ પ્લાનને લઈને આવ્યા છે. કંપની પાસે આમ તો દરેક પ્રાઇસ સેગમેન્ટમાં યુઝર્સની જરૂરિયાતો અનુસાર રિચાર્જ પ્લાન રહેલા છે. કંપનીના આ રિચાર્જ પ્લાન્સમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, ફ્રી SMS અને ડેટાનો લાભ મળી રહ્યા છે. જ્યારે Jio પાસે કેટલાક સસ્તા રિચાર્જ પ્લાન પણ રહેલા છે જેમાં Disney + Hotstar, Netflix, Amazon Prime Video જેવી OTT એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન મળી જાય છે. જ્યારે હવે Reliance Jio પાસે આવો જ એક પ્લાન રહેલો છે જેમાં તમને ઓછા પૈસામાં ત્રણ મહિના માટે Hotstar સબસ્ક્રિપ્શન મળી જશે

Jio નો 84 દિવસનો પ્લાન

Jio નો આ રિચાર્જ પ્લાન 949 રૂપિયામાં રહેલો છે. કંપની દ્વારા આ પ્રીપેડ રિચાર્જ પ્લાન થોડા મહિના પહેલા જ લોન્ચ કરવામાં આવ્યો હતો. Jio ની સત્તાવાર વેબસાઇટ મુજબ, આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 84 દિવસની વેલિડિટી પ્રાપ્ત થાય છે. Jio ના અન્ય લોકપ્રિય પ્રીપેડ રિચાર્જ પ્લાનની જેમ આમાં પણ યુઝર્સને દેશભરના કોઈપણ નેટવર્ક પર અનલીમીટેડ ફ્રી કોલિંગનો લાભ મળી રહ્યો છે. તેના સિવાય યુઝર્સને આ પ્લાનમાં ફ્રી નેશનલ રોમિંગનો લાભ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે.

તેની સાથે જણાવી દઈએ કે, આ રિચાર્જ પ્લાન દૈનિક 2GB હાઇ સ્પીડ ડેટા પ્રાપ્ત થાય છે. તેમાં યુઝર્સને કુલ 168 GB ડેટા મળી રહ્યો છે. તેમ છતાં 5G સ્માર્ટફોન યુઝર્સ આ પ્લાનમાં અનલીમીટેડ 5G ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. તેના સિવાય આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દૈનિક 100 મફત SMS સહિત Disney+ Hotstar નો ત્રણ મહિનાનો મફત રિચાર્જ પ્લાન મળી જશે.

- Advertisement -

 

Share This Article
Leave a comment