Reliance Jio ની દિવાળી ધમાકા ઓફર, આ બે રિચાર્જ પર પ્લાન પર થશે હજારોનો ફાયદો

Amit Darji

Reliance Jio દ્વારા પોતાના કરોડો યુઝર્સ માટે દિવાળી ધમાકા ઓફરની જાહેરાત કરવામાં આવી છે. તહેવારોની સિઝન દરમિયાન Jio યુઝર્સને કંપનીના બે રિચાર્જ પ્લાન સાથે હજારો રૂપિયાના ગિફ્ટ વાઉચર્સ મળવાના છે. યુઝર્સ દ્વારા ગિફ્ટ વાઉચરનો ઉપયોગ ટ્રાવેલ પોર્ટલ, ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ અને ઓનલાઇન શોપિંગ વેબસાઇટ્સ પર કરી શકાશે. આ અગાઉ પણ કંપની દ્વારા તહેવારોની સીઝન દરમિયાન યુઝર્સને એક વર્ષ માટે JioAirFiber નું ફ્રી સબ્સ્ક્રિપ્શન ઓફર કરવામાં આવ્યું હતું.

આ બે પ્લાન સાથે ઓફર

Reliance Jio દ્વારા 899 રૂપિયા અને 3,599 રૂપિયાના બે પ્રીપેડ પ્લાનના રિચાર્જ કરાવવા પર આ ઓફર આપવામાં આવી છે. તેમાં એક પ્રીપેડ પ્લાન ત્રણ મહિના માટે રહેલો છે જ્યારે બીજો એક સમગ્ર વર્ષની વેલિડિટી સાથે આવે છે. Jio ના 899 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB ડેટાનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. તેના સિવાય યુઝર્સને 20 GB એક્સ્ટ્રા ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. આવી રીતે યુઝર્સને કુલ 200 GB ડેટા નો લાભ મળી રહ્યો છે.

આ પ્રીપેડ રિચાર્જ પ્લાન અનલિમિટેડ વોઇસ કોલિંગ, દૈનિક 100 ફ્રી મેસેજ, ફ્રી નેશનલ રોમિંગ અને અનલીમીટેડ 5G ના લાભો પ્રાપ્ત થાય છે. જ્યારે, 3,599 રૂપિયાના પ્લાનમાં 365 દિવસની વેલિડિટી અપાઈ રહી છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2.5 GB ડેટા નો લાભ મળી રહ્યો છે. તેના સિવાય અનલિમિટેડ વોઇસ કોલિંગ, દૈનિક 100 ફ્રી SMS, રાષ્ટ્રીય રોમિંગ જેવા લાભો મળી રહ્યા છે.

- Advertisement -

Jio ની દિવાળી ધમાકા ઓફર

Jio દ્વારા આ બંને પ્લાન સાથે તેમના નંબર રિચાર્જ કરવા પર યુઝર્સને 3,350 રૂપિયા સુધી ના લાભો આપવામાં આવી રહ્યા છે. યુઝર્સને 3,000 રૂપિયાનું ઇઝી માય ટ્રિપ વાઉચર મળશે, જેનો ઉપયોગ મુસાફરી માટે કરી શકાશે. જ્યારે 200 રૂપિયાનું AJIO વાઉચર મળી રહ્યું છે તેનો ઉપયોગ 999 રૂપિયા અથવા તેનાથી વધુની ખરીદી પર કરી શકાશે. જ્યારે ઓનલાઇન ફૂડ ડિલિવરી માટે 150 રૂપિયાનું વાઉચર મળી રહ્યું છે. Jio ની આ ઓફર 5 નવેમ્બર 2024 સુધી માન્ય રહેવાની છે.

આ ઓફર માટે યુઝર્સને MyJio એપ પર જઈને ઓફર સેક્શન પસંદ કરવું પડશે. ત્યાર બાદ યુઝર્સને માય વિનિંગ્સમાં કૂપન જોવા મળશે. ધ્યાનમાં રાખજો કે, આ તમામ વાઉચર્સ My Jio એપ માં યુઝર્સને મોબાઈલ નંબર રિચાર્જ કર્યા બાદ જ જોવા મળશે.

- Advertisement -
Share This Article
Leave a comment