રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર માંથી એક છે. Jio ની પાસે હાલમાં 49 કરોડથી વધુ યુઝર્સ રહેલા છે. શાનદાર નેટવર્ક અને સસ્તા પ્લાન ના લીધે Jio પાસે મોટા પાયે યુઝર્સ બેઝ રહેલો છે. Jio પાસે આ યુઝર બેઝમાં 4G અને 5G બંને નેટવર્કનો ઉપયોગ કરનારા યુઝર્સ રહેલા છે. જિયોનો પોર્ટફોલિયોમાં અન્ય ટેલિકોમ કંપનીઓની સરખામણીમાં ઘણો મોટો રહેલો છે. કંપની પાસે તેના ગ્રાહકો માટે ઘણી રીત ના પ્લાન રહેલા છે.
જો તમે Jio સિમનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે. જિયો દ્વારા જુલાઈ મહિનામાં પોતાના પ્લાનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. આ નિર્ણયના લીધે Jio દ્વારા કેટલાક ગ્રાહકોને પણ ગુમાવવામાં આવ્યા હતા. તેમ છતાં Jio ની પાસે હજુ પણ આવા ઘણા પ્લાન રહેલા છે જે યુઝર્સના ફેવરેટ રહેલા છે. Jio દ્વારા તેના ગ્રાહકોને 200 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાન પણ ઓફર કરવામાં આવે છે. જો તમે હાઈ સ્પીડ ડેટાનો પ્લાન ઈચ્છી રહ્યા છે તો Jio નો આ સસ્તો પ્લાન તમને જરૂર પસંદ આવવાનો છે.
Jio નો 189 રૂપિયાનો પ્લાન
તેની સાથે જણાવી દઈએ જિયોની પાસે 189 રૂપિયાનો શાનદાર પ્લાન રહેલો છે. Jio 189 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળી રહી છે. તેમાં તમને દરરોજ 2 GB ડેટા સાથે 100 ફ્રી SMS મળી રહ્યા છે. જો તમને વધુ કોલિંગની જરૂરીયાત હોય તો તમે આ પ્લાન સાથે જઈ શકશો. તેમાં તમને 28 દિવસ માટે Jio TV, Jio Cinema અને Jio Cloud નું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળી જશે.
Jio નો 198 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના અનલિમિટેડ 5G ડેટાનો લાભ લેવા ઈચ્છી રહ્યા છો તો તમે 198 રૂપિયા ના પ્લાન ને પસંદ કરી શકશો. Jio દ્વારા આ પ્લાન સાથે ગ્રાહકોને 14 દિવસની વેલિડિટી આપવામાં આવી છે. તેમાં તમને દરરોજ 2 GB ડેટા મળી રહ્યો છે એટલે કે તમે કુલ 28 GB ડેટાનો ઉપયોગ કરી શકશો. જો તમારા વિસ્તારમાં 5G નેટવર્ક કનેક્ટિવિટી રહેલી છે તો તમે અનલીમીટેડ 5G ડેટાનો ઉપયોગ કરી શકશો.
Jio નો 199 રૂપિયા નો પ્લાન
Jio પાસે કરોડો યુઝર્સ માટે 199 રૂપિયા નો પ્લાન પણ રહેલો છે. Jio ના 199 રૂપિયાના રિચાર્જ પ્લાન માં ગ્રાહકોને 18 દિવસની વેલિડિટી મળી રહી છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1.5 GB ડેટા ઓફર કરવામાં આવી રહી છે. તેમાં તમને 18 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 100 ફ્રી SMS પણ મળી રહ્યા છે. આ પ્લાનમાં તમને Jio TV, Jio Cinema અને Jio Cloud નું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળી રહ્યું છે.