Reliance Jio એ બનાવ્યો મોટો રેકોર્ડ, 5G સ્પીડમાં લગાવી લાંબી છલાંગ, ઘણા દેશોને છોડ્યા પાછળ

Amit Darji

Reliance Jio દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની માંથી એક રહેલી છે. જિયો પાસે ટેલિકોમ સેક્ટર માં સૌથી વધુ ગ્રાહકો રહેલા છે. દેશભરમાં લગભગ 49 કરોડ લોકો Jio ની સેવાઓનો ઉપયોગ કરવામાં આવી છે. ગ્રાહકોને હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવા માટે, રિલાયન્સ જિયોએ દેશના મોટાભાગના શહેરોમાં 5G સેવા પહોંચાડવામાં આવી રહી છે. Jio દ્વારા હવે નવો રેકોર્ડ બનાવી દેવામાં આવ્યો છે.

Reliance Jio દ્વારા 5G ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ પોતાનો દબદબો સ્થાપિત કરી લેવામાં આવ્યો છે. કંપની દ્વારા 5G ક્ષેત્રમાં એક ગ્લોબલ લીડર બનીને સામે આવી છે. Jio દ્વારા મોબાઈલ 5G ડેટા સ્પીડ અને પેનિટ્રેશન ની બાબતમાં યુકે અને યુરોપીય દેશોને પણ ઘણું પાછળ છોડી દીધું છે. મુકેશ અંબાણીના જિયો દ્વારા ભારતીય ટેલિકોમ્યુનિકેશન માં પરિવર્તન લાવવામાં માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી છે. આ વાતની જાણકારી ઓકલાના ગ્લોબલ સ્પીડટેસ્ટ ઈન્ડેક્સ રિપોર્ટમાં સામે આવી છે.

તમને જણાવી દઈએ કે, OOkla ના ગ્લોબલ સ્પીડ ટેસ્ટ ઇન્ડેક્સની રિપોર્ટ મુજબ, મોબાઈલ ઈન્ટરનેટ ની બાબતમાં ભારત વૈશ્વિક સ્તરે 26 માં સ્થાન પર પહોંચી ગયું છે. હાઇ સ્પીડ ડેટા કનેક્ટિવિટીની બાબતમાં ભારત દ્વારા ઘણા દેશોને પાછળ છોડી દેવામાં આવ્યા છે. આ ઈન્ડેક્સ રિપોર્ટ મુજબ, યુકે, કેનેડા, બ્રાઝિલ, માલ્ટા અને ક્રોએશિયા જેવા દેશો 53 માં નંબર પર રહેલા છે.

રિપોર્ટમાં તે વાત પણ સામે આવી છે કે હાલમાં ભારતમાં મોબાઈલ પેનિટ્રેશન રેટ પર પણ અસર પહોંચી છે. તેના લીધે દેશના લગભગ 78% લોકો પાસે મોબાઈલ કનેક્શન ની પહોંચ સરળ થઈ ગઈ છે. હાલમાં ભારત ઈન્ટરનેટની બાબતમાં ઝડપથી સતત આગળ વધી રહ્યું છે. હાલમાં દેશભરમાં લગભગ 93 કરોડ મોબાઈલ ઈન્ટરનેટ યુઝર્સ રહેલા છે. તેમાં રિલાયન્સ જિયો સૌથી વધુ ગ્રાહકો સાથે સૌથી આગળ રહેલ છે. ગ્રાહકોની સંખ્યાની બાબતમાં એરટેલ બીજા સ્થાન પર રહેલું છે.

Share This Article
Leave a comment