ક્રૂડ ઓઇલની કિંમતોમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી થઈ રહેલા ઘટાડાના લીધે પેટ્રોલિયમ કંપનીઓના નફામાં વધારો થયેલો છે. તેની સાથે જાહેર ક્ષેત્રની કંપનીઓને Petrol અને ડીઝલની કીમતોમાં બે થી ત્રણ રૂપિયા પ્રતિ લિટર ઘટાડવાની તક મળી ગયેલ છે.
તમને જણાવી દઈએ કે, પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રાહત વિશેની ચર્ચાઓ છેલ્લા થોડા દિવસોથી ચાલી રહી છે. વિવિધ એજન્સીઓ દ્વારા આ મુદ્દે પોતાનો અહેવાલ રજૂ કરવામાં આવી રહ્યા છે. આ અહેવાલો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, ક્રૂડ ઓઇલની કિંમતો માં છેલ્લા કેટલાક અઠવાડિયા થી થયેલા ઘટાડા ને લઈને પેટ્રોલિયમ કંપનીઓ ના નફામાં વધારો થયેલો છે. તેના લીધે જાહેર ક્ષેત્રની કંપનીઓ ને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બે થી ત્રણ રૂપિયા પ્રતિ લિટર ઘટાડવાનો રસ્તો મળી ગયેલ છે.
આ બાબતમાં રેટિંગ એજન્સી ઇકરા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ અનુસાર, ભારત દ્વારા આયાત કરવામાં આવેલ કાચા તેલની કિંમત સપ્ટેમ્બરમાં સરેરાશ 74 અમેરિકન ડોલર પ્રતિ બેરલ રહેલી હતી. જે માર્ચ મહિનામાં 83-84 અમેરિકન ડોલર પ્રતિ બેરલ રહેલી હતી. પેટ્રોલ અને ડીઝલની કીમતોમાં છેલ્લી વખત બે રૂપિયા પ્રતિ લિટર ઘટાડો કરાયો હતો. ઇકરા દ્વારા નોંધવામાં આવ્યું છે કે, કાચા તેલની કિંમતોમાં ઘટાડાના લીધે છેલ્લા અઠવાડિયાઓમાં ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓના નફામાં સુધારો થયેલ છે. રેટિંગ એજન્સી દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છે કે, જો કાચા તેલની કીમતો આ વર્તમાન સ્તરે સ્થિર રહેશે તો ઇંધણની કિંમતોમાં ઘટાડાની શક્યતા રહેલી છે.
તેની સાથે ઇકરાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગિરિશ કુમાર કદમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઇકરાનો અંદાજ રહેલો છે કે, સપ્ટેમ્બર 2024 ના આંતરરાષ્ટ્રીય ઉત્પાદન કિંમતોની સરખામણીમાં ઓએમસીની નેટ પ્રાપ્તિ પેટ્રોલ માટે 15 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ માટે 12 રૂપિયા પ્રતિ લિટર વધુ રહેલી છે. આ ઇંધણના જથ્થાબંધ વેચાણના ભાવ માર્ચ 2024 થી યથાવત રહેલ છે અને એવું લાગી રહ્યું છે કે, જો કાચા તેલની કિંમતો સ્થિર રહેશે તો બે થી ત્રણ રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થાય તેવી શક્યતા રહેલી છે.