દિલ્હી કેપિટલ્સ દ્વારા IPL 2025 પહેલા ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવતા રિકી પોન્ટિંગને મુખ્ય કોચના પદ પરથી દૂર કરી દેવામાં આવ્યા હતા. Ricky Ponting લાંબા સમય સુધી દિલ્હીના કોચ રહ્યા હતા અને આ ટૂર્નામેન્ટ સાથે તે જોડાયેલા હતા. તેમ છતાં ઓસ્ટ્રેલિયાનો આ પૂર્વ કેપ્ટન આઈપીએલમાં કોચ તરીકે અન્ય કોઈ ટીમ સાથે જોડાવા ઈચ્છુક રહેલા છે. ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક રિકી પોન્ટિંગે જણાવ્યું છે કે, દિલ્હી ફ્રેન્ચાઈઝી કોઈ ભારતીયને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરી શકે છે.
ગયા મહિને Ricky Ponting ના સાત વર્ષના કાર્યકાળ બાદ દિલ્હી કેપિટલ્સ દ્વારા તેમને મુખ્ય કોચ ના પદ પરથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટીમ ને પોતાના કાર્યકાળમાં એક પણ ટાઈટલ ન અપાવા ના લીધે આ ફ્રેન્ચાઈઝી થી તેમને અલગ થવું પડ્યું છે. તે તેમ છતાં ફરીથી કોઈ ટીમથી જોડાવા માટે તૈયાર છે. રિકી પોન્ટિંગે જણાવ્યું છે કે, દિલ્હી કેપિટલ્સ એવા ખેલાડીની શોધ કરી રહ્યા છે જે સિઝન પછી પણ ફ્રેન્ચાઇઝી ને વધુ સમય ફાળવી શકે.
રિકી પોન્ટિંગ દ્વારા ICC પોડકાસ્ટ માં જણાવવામાં આવ્યું છે કે, મને IPL માં ફરીથી કોચ કરવાનું ગમશે. IPL થી જોડાયા બાદ દર વર્ષે મેં ઘણો સારો સમય પસાર કર્યો, પછી તે ખેલાડી ના રૂપમાં શરૂઆતી દિવસોમાં અથવા બે વર્ષ સુધી મુંબઈના કોચ તરીકે પસાર કર્યો હોય. મેં દિલ્લીની ટીમ સાથે સત્ર પસાર કર્યું છે. આ દરમિયાન અમે કમનસીબે જે રીતે કામ કરવા ઈચ્છતા હતા તેવું કરી શક્યા નહોતા. જે ફ્રેન્ચાઈઝી ઈચ્છતી હોય છે. હું ટીમે ટાઈટલ અપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને એવું થયું નહોતું. આ ફ્રેન્ચાઇઝી કોઈ ભારતીયને મુખ્ય કોચ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તે એવા કોચને શોધી રહ્યા છે જે સત્ર બાદ પણ તેમને સમય આપી શકે.