ભારતીય ટીમ નો વિકેટકીપર બેટ્સમેન Rishabh Pant જ્યારે બેંગલુરુ ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ ચોથા દિવસે બેટિંગ કરવા માટે આવ્યો ત્યારે તે પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહ્યો છે. Rishabh Pant ને ન્યૂઝીલેન્ડ સામેની મેચના બીજા દિવસ દરમિયાન વિકેટકીપિંગ દરમિયાન ઘૂંટણમાં ઈજા પહોંચી હતી, ત્યારબાદ તે મેદાન છોડીને ચાલ્યા ગયા હતા. ત્રીજા દિવસે પણ તેમના સ્થાન પર ધ્રુવ જુરેલ દ્વારા વિકેટકીપિંગ ની જવાબદારી સંભળાવવામાં આવી હતી. ચોથા દિવસે જ્યારે ટીમ ઈન્ડિયાની ઇનિંગ શરૂ થઈ તે દરમિયાન ઋષભ પંત સરફરાઝ ખાન સાથે બેટિંગ કરવા માટે આવ્યો અને તેની સાથે તેણે અત્યાર સુધી શાનદાર બેટિંગ દેખાડી હતી. વરસાદ ને ના લીધે રમત બંધ થઈ ત્યાં સુધીમાં પંતે 56 બોલમાં 53 રનની ઇનિંગ રમી લીધી હતી. તે સમયે ત્રણ સિક્સર પણ ફટકારી, તેના આધારે તે ભારતીય ટીમના દિગ્ગજ પૂર્વ કેપ્ટન ઋષભ પંત નો મોટો રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો હતો.
ઋષભ પંત હવે ટેસ્ટ ક્રિકેટમાં સિક્સર ફટકારવાની બાબતમાં પહોંચ્યા છઠ્ઠા સ્થાન પર
બેંગલુરુ ટેસ્ટ મેચમાં ઋષભ પંત દ્વારા બીજી ઈનિંગમાં અત્યાર સુધીમાં ત્રણ સિક્સર ફટકારવામાં આવી છે તેના લીધે તે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સિક્સર ફટકારવાની બાબતમાં હવે છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયા છે. ઋષભ પંત દ્વારા આ બાબતમાં કપિલ દેવને પાછળ છોડી દીધા છે જેમના દ્વારા 131 ટેસ્ટ મેચમાં કુલ 61 સિક્સર ફટકારવામાં આવી હતી. જ્યારે ઋષભ પંતના નામે અત્યાર સુધીમાં 62 સિક્સર નોંધાઈ ચુકેલ છે. આ યાદીમાં પ્રથમ સ્થાન પર વીરેન્દ્ર સેહવાગ રહેલ છે જેણે ટેસ્ટ ક્રિકેટમાં 103 મેચમાં 90 છગ્ગા ફટકાર્યા છે.
ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડીઓ
વિરેન્દ્ર સેહવાગ – 90
રોહિત શર્મા – 88
એમએસ ધોની – 78
સચિન તેંડુલકર – 69
રવિન્દ્ર જાડેજા – 66
ઋષભ પંત – 62
ડી વિલિયર્સ નો રેકોર્ડ તોડવાની નજીક
ઋષભ પંત હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાની બાબતમાં 28 માં સ્થાન પર રહેલ છે, જ્યારે બેંગલુરુ ટેસ્ટ મેચમાં જો તે પોતાની ઇનિંગમાં વધુ ત્રણ સિક્સર ફટકારવામાં સફળ થશે તો તે કાર્લ હૂપર અને એબી ડી વિલિયર્સ બંનેને પાછળ છોડી શકે છે. જ્યારે ઋષભ પંત અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ના ઇતિહાસ માં અત્યાર સુધીમાં કુલ 45 સિક્સર ફટકારી ચુક્યા છે.