બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં સદી Rishabh Pant એ પોતાના નામે કર્યા અનેક રેકોર્ડ્સ

Amit Darji

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં Rishabh Pant દ્વારા લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરવામાં આવી છે. એક ભયાનક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ ઋષભ પંત 634 દિવસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો હતો. ચેન્નાઈ ટેસ્ટ ની પ્રથમ ઇનિંગમાં ઋષભ પંત પોતાની જૂની સ્ટાઈલ માં જોવા મળ્યો હતો પરંતુ તે મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. તે 39 રન બનાવી ને આઉટ થઈ ગયો હતો. તેમ છતાં બીજી ઇનિંગમાં તેણે સદી ફટકારી દીધી હતી.

મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડ ની કરી બરાબરી

Rishabh Pant એ 124 બોલમાં 11 ચોગ્ગા અને 4 સિક્સરની મદદથી તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ સદી પૂરી કરી હતી. આ રીતે તે ભારત માટે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર વિકેટકીપર બની ગયો હતો. તેને મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડ ની બરાબરી કરી લીધી હતી. મહેન્દ્ર સિંહ ધોની એ 90 ટેસ્ટની 144 ઇનિંગ્સમાં 6 સદી ફટકારી હતી. 638 દિવસ બાદ ટેસ્ટમાં તેમના બેટથી 50 થી વધુનો સ્કોર આવ્યો છે. આ પહેલા ઋષભ પંત દ્વારા 23 ડિસેમ્બર 2022 ના રોજ મીરપુર માં બાંગ્લાદેશ સામે અડધી સદી ફટકારવામાં આવી હતી. ઋષભ પંત દ્વારા 88 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે 2 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. પોતાની અડધી સદી પૂરી કરતાની સાથે જ ઋષભ પંતે ઝડપી બેટિંગ કરતા મેદાનની ચારોતરફ શોટ ફટકાર્યા હતા. ત્યાર બાદ શાનદાર સદી ફટકારી દીધી હતી.

ભારતીય વિકેટકીપર દ્વારા સૌથી વધુ ટેસ્ટ સદી

6 – ઋષભ પંત (58 ઇનિંગ્સ)

6 – મહેન્દ્ર સિંહ ધોની (144 ઇનિંગ્સ)

3 – રિદ્ધિમાન સાહા (54 ઇનિંગ્સ)

2 – બુદ્ધિ કુંદરન (28 ઇનિંગ્સ)

2 – ફારૂક એન્જિનિયર (87 ઇનિંગ્સ)

2 – સૈયદ કિરમાણી (124 ઇનિંગ્સ)

ટેસ્ટમાં ભારતીય વિકેટકીપર દ્વારા 90+નો સર્વોચ્ચ સ્કોર

12 વખત – ઋષભ પંત

11 વખત – મહેન્દ્ર સિંહ ધોની

ઋષભ પંતે શિખર ધવનનો તોડ્યો રેકોર્ડ

આ શાનદાર સદીની ઇનિંગ્સ દરમિયાન ઋષભ પંતે એક મોટી સિદ્ધિ પણ પ્રાપ્ત કરી હતી. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવા ના મામલામાં શિખર ધવનને પાછળ છોડી દીધા હતા. શિખર ધવને 34 ટેસ્ટ મેચની 58 ઇનિંગ્સમાં 2315 રન બનાવ્યા હતા. હવે ઋષભ પંતે ચેન્નાઈ ટેસ્ટની બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારીને ટેસ્ટ રન ના મામલામાં શિખર ધવનને પાછળ છોડી દીધા હતા. ઋષભ પંતે શિખર ધવનની જેમ મેચોની સમાન ઈનિંગ્સમાં 2400 થી વધુ રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 11 અડધી સદી સામેલ છે. ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર 32 મો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેની સાથે જ શિખર ધવન 33 મા સ્થાને સરકી ગયો છે.

Share This Article
Leave a comment