Rohit Sharma એ ન્યુઝીલેન્ડ સામેની ખરાબ હાર બાદ આપ્યું મોટું નિવેદન

Amit Darji

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયા 2-0 થી પાછળ થઈ ગયેલ છે. ભારતીય ટીમને આ સીરીઝમાં પ્રથમ અને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાને 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારી ગઈ છે. આ હાર ટીમ ઈન્ડિયા માટે શરમજનક હતી. આ હારથી ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ઘણા નિરાશ જોવા મળ્યા હતા. મેચ પૂર્ણ થયા બાદ તેમના દ્વારા ઘણા મોટા નિવેદનો આપવામાં આવ્યા છે. રોહિત શર્મા દ્વારા આ હાર માટે કોઈ ખેલાડીને જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી. તેમણે જણાવ્યું છે ક, આ સમગ્ર ટીમની નિષ્ફળતા રહેલી છે.

ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન Rohit Sharma દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તે ખૂબ જ નિરાશાજનક રહેલ છે. આ એવી મેચ નહોતી જે તેમણે અપેક્ષા રાખી હતી. રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડને ક્રેડિટ આપી હતી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ન્યૂઝીલેન્ડની ટીમ તેમના કરતા સારી ક્રિકેટ રમી છે. રોહિત શર્માએ એમ પણ જણાવ્યું છે કે, તે કેટલીક તકોનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. તે આ પડકારોનો જવાબ આપવામાં નિષ્ફળ ગયો છે. તેના લીધે તેમને હાર મળી છે.

રોહિત શર્મા દ્વારા ટીમ ઈન્ડિયાની બેટિંગ ને લઈને દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેમણે નથી લાગતું કે, તેમણે સ્કોર બોર્ડ પર રન બનાવવા માટે સારી બેટિંગ કરી હોય. મેચ જીતવા માટે 20 વિકેટ લેવી જરૂરીયાત હોય છે, પરંતુ બેટ્સમેનોને બોર્ડ પર રન લગાવવા પડે છે. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની વાપસી પર જણાવ્યું છે કે, ન્યૂઝીલેન્ડને 250 ની આજુબાજુ રોકવી એક શાનદાર વાપસી હતી, પરંતુ તે જાણતા હતા કે, આ પડકારજનક હશે. રોહિત શર્માએ વધુમાં જણાવ્યું કે, જ્યારે ન્યૂઝીલેન્ડે શરૂઆત કરી ત્યારે તેમનો સ્કોર 200/3 હતો અને તેમના માટે વાપસી કરીને ન્યૂઝીલેન્ડને માત્ર 259 રનમાં આઉટ કરી દેવાનો એક શાનદાર પ્રયત્ન કર્યો હતો.

- Advertisement -

પીચને લઈને રોહિત શર્માનું નિવેદન

પુણેમાં રમાયેલી આ મેચની પીચ અંગે રોહિત શર્મા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તે એવી પીચ નથી જ્યાં ઘણું બધું થઈ રહ્યું હતું. તેણે માત્ર સારી બેટિંગ કરી નહોતી. પરંતુ તે આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં થોડા વધુ રન બનાવ્યા હોત તો સ્થિતિ થોડી અલગ રહી હોત. તે વાનખેડેમાં સારું પ્રદર્શન કરવા ઈચ્છે છે અને તે ટેસ્ટ જીતવાનો પ્રયત્ન કરશે. રોહિત શર્મા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સંપૂર્ણ ટીમની નિષ્ફળતા છે. તે એવી વ્યક્તિ નથી કે, જે માત્ર બેટ્સમેન અથવા બોલરોને દોષ આપે છે. તે વધુ સારા ઇરાદા, સારા વિચારો અને સારી રીતોની સાથે વાનખેડે આવશે.

 

- Advertisement -
Share This Article
Leave a comment