શ્રીલંકા સામે ચાલી રહેલી ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમને હાર મળી હતી. યજમાન ટીમ દ્વારા ભારતને ૩૨ રનથી હરાવવામાં આવ્યું હતું. આ મેચમાં ભારતીય કેપ્ટન Rohit Sharma દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં કરવાની સાથે પૂર્વ દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધા હતા.
રોહિત શર્માએ રાહુલ દ્રવિડને આ બાબતમાં છોડ્યા પાછળ
રવિવારે રમાયેલી બીજી મેચમાં ભારતીય કેપ્ટન Rohit Sharma દ્વારા રન બનાવવાની બાબતમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ અને ખેલાડી રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધા હતા. આ મેચની શરૂઆત પહેલા, રોહિત શર્મા દ્વારા તેની કારકિર્દીમાં 263 ODI મેચોમાં 10,767 રન બનાવવામાં આવ્યા હતા. પરંતુ બે રન બનાવ્યા બાદ તે પૂર્વ બેટ્સમેન કરતા આગળ ચાલી ગયો હતો. તેના લીધે હવે આ યાદીમાં તે ચોથા સ્થાન પર આવી ગયો છે. રાહુલ દ્રવિડના નામે 340 ODI મેચોમાં 10,768 રન રહેલા છે. જ્યારે રોહિત શર્મા દ્વારા 264 મેચમાં 10,831 રન બનાવવામાં આવ્યા છે. આ યાદીમાં સચિન તેંડુલકર ટોચ પર રહેલ છે જ્યારે વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાન પર રહેલા છે.
રોહિત શર્મા અને શુભમન ગીલની શાનદાર ઇનિંગ
રોહિત શર્મા અને શુભમન ગીલ દ્વારા ભારતને શાનદાર શરૂઆત અપાવવામાં આવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 97 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. કેપ્ટન રોહિત શર્મા 44 બોલમાં 64 રન બનાવી આઉટ થઈ ગયો હતો. તેણે પોતાની વનડે કારકિર્દીની 57 મી અડધી સદી 29 બોલમાં ફટકારી હતી. જ્યારે શુભમન ગિલ 35 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ અગાઉ છેલ્લી મેચમાં પણ હિટમેન દ્વારા અડધી સદીની ઇનિંગ રમવામાં આવી હતી.
ભારત માટે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
ખેલાડી | મેચ | રન | સ્ટ્રાઈક રેટ | 100 રન | 50 રન |
સચિન તેંડુલકર | 463 | 18426 | 86.23 | 49 | 96 |
વિરાટ કોહલી | 294 | 13886 | 93.52 | 50 | 72 |
સૌરવ ગાંગુલી | 308 | 11221 | 73.65 | 22 | 71 |
રોહિત શર્મા | 264 | 10831 | 92.29 | 31 | 57 |
રાહુલ દ્રવિડ | 340 | 10768 | 71.18 | 12 | 82 |