શ્રાવણ મહિનાના સોમવારના બિહારથી એક દુઃખદ ઘટના સામે આવી છે. Bihar ના હાજીપુર માં જળાભિષેક કરવા માટે જઈ રહેલા ભક્તોનું વાહન હાઈ ટેન્શન વાયર સાથે ટકરાઈ ગયું હોવાનું સામે આવ્યું છે. તેના લીધે વીજ શોક લાગતા આઠ લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા છે. ગ્રામજનો દ્વારા આ ઘટના માટે વિજળી વિભાગ પર બેદરકારી નો આરોપ લગાવવામાં આવ્યો છે. તેની સાથે SDM અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા ત્યારે ગ્રામજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, આ ઘટના હાજીપુર ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાનપુરમાં થઈ હતી. અહીં શ્રાવણ મહિનામાં ગામના છોકરાઓ દર સોમવાર ના નજીકના હરિહરનાથ મંદિરમાં જળાભિષેક કરવા માટે જતા હતા. એવામાં રવિવાર રાત્રીના પણ છોકરાઓ જલાભિષેક માટે નીકળેલા હતા. આ છોકરાઓ દ્વારા પ્રવાસ માટે ટ્રેક્ટર-ટ્રોલી પર ડીજેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. એવામાં ટ્રેક્ટર ટ્રોલી રોડ ઉપરથી પસાર થતા સમયે હાઇ ટેન્શન લાઇન સાથે ટકરાઈ ગઈ હતી. ઈલેક્ટ્રીક કરંટના લીધે ટ્રોલી પર સવાર છોકરાઓ દાઝી ગયા અને ઘણા લોકો વીજ કરંટ લાગ્યો હતો. તેના લીધે આઠ લોકોના ઘટનાસ્થળ પર કરુણ મૃત્યુ નીપજ્યા હતા.
દુર્ઘટનાની જાણકારી મળતા પોલીસ નો કાફલો અને SDM ઘટનાસ્થળ દોડી આવ્યા હતા. પરંતુ આ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વીજ વિભાગની બેદરકારીના લીધે અકસ્માત સર્જાયો છે અને અકસ્માત બાદ સતત જાણકારી આપવામાં આવી હોવા છતાં વીજ વિભાગ દ્વારા કોઈ ભરવામાં આવ્યા નથી. જ્યારે સમયસર વીજળી પણ કાપવામાં આવી નથી. પોલીસ અને વહીવટી અધિકારીઓના આગમન બાદ પણ મોડી રાત્રી સુધીના મૃતકોના મૃતદેહ ઘટનાસ્થળ પર પડ્યા રહ્યા હતા.
જ્યારે ગામના રહેવાસી ધર્મેન્દ્ર કુમાર પાસવા દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, આ ઘટના બન્યા બાદ અમારા દ્વારા આ વિસ્તારના ઈલેક્ટ્રીશિયન ને ફોન કરવામાં આવ્યો પરંતુ કોઈએ અમારો ફોન ઉપાડ્યો નહોતો. અમે વાત કરી તો તેમણે પોલીસને જણાવવાનું કહ્યું હતું. અહીં આઠ લોકોના મૃત્યુ નીપજ્યા છે. વૈશાલીના SP પ્રભારી દ્વારા જણાવવામાં આવ્યું કે, આ લોકો ડીજે સાથે બાબા ધામ તરફ જઈ રહ્યા હતા. જે 11 હજાર હાઈ ટેન્શન વાયરની ચપેટમાં આવી ગયા હોવાના લીધે જેમાં આઠ લોકોના મૃત્યુ નીપજ્યા હતા.