સાઉથ ઇન્ડસ્ટ્રીથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પ્રખ્યાત અભિનેત્રી Samantha Ruth Prabhu ના પિતા જોસેફ પ્રભુ નું અવસાન થઈ ગયું છે. પિતા નો પડછાયો છોડ્યા બાદ સમંથા રૂથ પ્રભુ દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ દુઃખદ સમાચાર શેર કરવામાં આવ્યા છે. આ સમાચાર બાદ અભિનેત્રી ના ચાહકો ચિંતિત થઈ ગયા છે. સામંથા રૂથ પ્રભુ ના પિતા ના સ્વાસ્થ્ય ને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. તેમના પિતા જોસેફ પ્રભુ લાઈમલાઈટથી દૂર રહેલા હતા. તમને જણાવી દઈએ કે, સામંથા રૂથ પ્રભુ ઘણા સમયથી હેરાન હતા અને હવે તેના પિતાના અવસાનના લીધે તેના પર દુઃખનો પહાડ તૂટી ગયો છે.
સમંથા રૂથ પ્રભુ દ્વારા શુક્રવારના પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ની સ્ટોરી પર તેના પિતાના અવસાન ની જાણકારી શેર કરવામાં આવી હતી. તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે, “Until we meet again Dad.” તેની સાથે જ તેમણે એક દિલ તૂટવા વાળું ઈમોજી પણ લગાવ્યું છે. તમને જણાવી દઈએ કે, સમંથા રૂથ પ્રભુ દ્વારા થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના પિતા વિશે વાત કરવામાં આવી હતી. તેમણે પિતા સાથેના તણાવ પૂર્વ સંબંધને લઈને જણાવ્યું હતું કે, જ્યારે હું મોટી થઈ તો મારે સંપૂર્ણ જિંદગી સંઘર્ષ કરવો પડે છે. મારા પિતા કંઇક આવી રીતના હતા. મને લાગતું હતું કે, કદાચ ભારતીય માતા-પિતા આવા જ હોય છે, જે વિચારે છે કે તેઓ આપણું રક્ષણ કરી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે તમે તમારી જાતને સ્માર્ટ બનાવી શકતા નથી.
તમને જણાવી દઈએ કે, સામંથા રૂથ પ્રભુ માટે છેલ્લો થોડા સમય ખૂબ જ ખરાબ રહ્યો છે. તે માયોસિટિસ નામના ખતરનાક રોગ સામે લડત લડી રહી છે. આ સિવાય સામંથા રૂથ પ્રભુ દ્વારા પણ તેના પતિ નાગા ચૈતન્ય થી છૂટાછેડા લઈ લેવામાં આવ્યા છે. આ રીતે, અભિનેત્રીનું જીવન ખરેખર સંઘર્ષથી ભરાયેલું છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, સમંથા રૂથ પ્રભુ તાજેતરમાં OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘સિટાડેલ: હની બન્ની’ માં જોવા મળી હતી. આ વેબ સિરીઝમાં તેની સાથે વરુણ ધવન જોવા મળ્યો છે.