સરફરાઝના નાના ભાઈ Musheer Khan નો થયો રોડ અકસ્માતમાં, ગળાના ભાગમાં થઈ ગંભીર ઈજા

Amit Darji

મુંબઈ ના યુવા બેટ્સમેન અને સ્ટાર ક્રિકેટર સરફરાઝ ખાન નો નાનો ભાઈ Musheer Khan રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. તેને ગળાના ભાગમાં ગંભીર ઈજા થઈ છે અને તે 1 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી ઈરાની કપની મેચમાં રમી શકશે નહીં. Musheer Khan તેના પિતા નૌશાદ ખાન સાથે આઝમગઢ થી લખનૌ તરફ જઈ રહ્યો હતો. તે સમયે તેમની કાર પૂર્વાચલ એક્સપ્રેસ વે પર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી અને ચારથી પાંચ વખત પલટી ખાઈ લીધી હતી. તેના સિવાય તે 11 ઓક્ટોબરથી શરૂ થનારી રણજી ટ્રોફી 2024-25 સિઝનની શરૂઆત ની મેચોમાંથી પણ બહાર થઈ ગયેલ છે.

19 વર્ષીય બેટ્સમેનની ઈજાની ગંભીરતા અને રિકવરીની પ્રક્રિયા ના આધારે તેને હવે ત્રણ મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવાનો વારો આવ્યો છે. Musheer Khan માટે આ ઈજા એક મોટો ફટકો છે કારણ કે તે છેલ્લા એક વર્ષથી ઘરેલુ ક્રિકેટમાં સતત ઘણા રન બનાવી રહ્યો છે અને રાષ્ટ્રીય ટીમ માટે પોતાનો દાવો મજબૂત બનાવી રહ્યો છે. લખનૌની મેદાંતા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. ભોલા સિંહ દ્વારા એક નિવેદનમાં જણાવ્યું છે કે, Musheer Khan જોખમથી બહાર છે. તેણે જણાવ્યું છે કે, ‘પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ક્રિકેટર Musheer Khan ને ગળાના દુખાવાના લીધે મેદાંતા હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યો હતો. તેમની સારવાર ઓર્થોપેડિક્સ વિભાગના ડાયરેક્ટર ડો. ધર્મેન્દ્ર સિંહની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. તેની હાલત સ્થિર છે અને તે ખતરાની બહાર રહેલ છે.

મુંબઈ ક્રિકેટ એસોસિએશનનું નિવેદન

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, Musheer Khan ને ગળામાં ફ્રેક્ચર થયું છે અને તે નિરીક્ષણ હેઠળ રહેલ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ની તબીબી ટીમો તેની સારી રીતે કાળજી લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા તેની પ્રગતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. એમસીએ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “એક વખત Musheer Khan ને યાત્રા માટે ફીટ માટે યોગ્ય માનવામાં આવશે તેને વધુ સારવાર માટે મુંબઈ લઈ જવાશે,”. આ મૂલ્યાંકન બાદ તેની પુનઃપ્રાપ્તિ માટેની સમયરેખા નક્કી કરાશે.

Musheer Khan નું ફોર્મ શાનદાર

વર્તમાન રણજી ટ્રોફી ચેમ્પિયન મુંબઈને 1 થી 5 ઓક્ટોબર દરમિયાન લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ઈરાની કપ મેચમાં ટોપ ભારતનો સામનો કરવાનો છે. ઈરાની કપની મેચ બાદ મુંબઈની ટીમ 11 ઓક્ટોબરના બરોડા સામે તેના રણજી અભિયાનની શરૂઆત કરશે. Musheer Khan હાલમાં રેડ બોલ ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં રહેલા છે. તાજેતરમાં, દુલીપ ટ્રોફીમાં ઇન્ડિયા-બી તરફથી રમતા સમયે તેણે ઇન્ડિયા-એ સામે 181 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેમ છતાં ત્યારપછીની મેચોમાં તેનું ફોર્મ બગડ્યું હતું. તેણે તેની છેલ્લી ચાર ઇનિંગ્સમાં એક, પાંચ, બે, શૂન્ય રન જ બનાવ્યા છે.

Share This Article
Leave a comment