ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ Jay Shah દ્વારા સોમવારના ડોમેસ્ટિક ક્રિકેટ માં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં પુરૂષ અને મહિલા ક્રિકેટરોને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટના રૂપમાં ઇનામી રકમ પ્રાપ્ત થશે. તેના સિવાય ખેલાડીઓને જુનિયર ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ટુર્નામેન્ટના રૂપમાં ઇનામી રકમ પણ અપાશે.
બીસીસીઆઈ સેક્રેટરી દ્વારા સોમવારે આ પહેલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમના દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખવામાં આવ્યું છે કે, “અમે અમારા ડોમેસ્ટિક ક્રિકેટ પ્રોગ્રામ હેઠળ તમામ મહિલા અને જુનિયર ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે ઇનામી રકમ ની શરૂઆત કરવા જઈ રહ્યા છે.
જય શાહ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, પુરૂષ ક્રિકેટમાં વિજય હજારે અને સૈયદ મુશ્તાક અલી સ્પર્ધાઓમાં પ્લેયર ઓફ ધ મેચ માટે ઇનામી રકમ આપશે. તેમને એ પણ જણાવ્યું છે કે, આ સિવાય સિનિયર પુરુષો માટે વિજય હજારે અને સૈયદ મુસ્તાક અલી ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ મેચ માટે ઇનામી રકમ આપવામાં આવશે. આ પહેલ નો ઉદ્દેશ સ્થાનિક સર્કિટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન ને ઓળખવા અને પુરસ્કાર આપવાનો રહેલો છે. આ પ્રયાસ હેઠળ અતૂટ સમર્થન માટે એપેક્સ કાઉન્સિલ નો હૃદયપૂર્વક આભાર. અમે સાથે મળીને અમારા ક્રિકેટરો માટે વધુ સારી માહોલ તૈયાર કરી રહ્યા છીએ. જય હિન્દ.
ગયા વર્ષે BCCI દ્વારા ઘરેલું ટુર્નામેન્ટ માટે ઈનામની રકમ વધારવામાં આવી હતી અને રણજી ટ્રોફી વિજેતા ને પાંચ કરોડ રૂપિયા નું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. ઈરાની કપ માટે રોકડ ઇનામ પણ બમણું કરી દેવામાં આવ્યું હતું. જેમાં વિજેતા ને 25 લાખને બદલે 50 લાખ રૂપિયા અને રનર્સ અપને 25 લાખ રૂપિયા પ્રાપ્ત થયા હતા. દુલીપ ટ્રોફી માં હવે ચેમ્પિયનને એક કરોડ રૂપિયા અને રનર્સ અપને 50 લાખ રૂપિયા મળ્યા છે, જ્યારે વિજય હજારે ટ્રોફી ના વિજેતાને એક કરોડ રૂપિયા અને બીજા સ્થાન પર રહેનારી ટીમને 50 લાખ રૂપિયા પ્રાપ્ત થયા છે.