Aryan Khan ની પ્રથમ વેબ સિરીઝ ની જાહેરાત શાહરૂખ ખાને કરી, જાણો ક્યારે આ શો OTT પર થશે રિલીઝ

Amit Darji

નેટફ્લિક્સ અને શાહરૂખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ આધિકારિક તરીકે મંગળવારના એટલે આજે 19 નવેમ્બરના રોજ એક અનામાંકિત બોલિવૂડ સીરિઝની જાહેરાત કરવામાં આવી છે. આ વેબ સીરિઝ સાથે Aryan Khan નિર્દેશન ની દુનિયામાં પગલું ભરવા જઈ રહ્યો છે.

તેની સાથે સાથે જ સોશિયલ મીડિયા પર આ શોના રિલીઝને લઈને જાણકારી આપવામાં આવી છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ સીરીઝ 2025 માં રિલીઝ થશે અને તે માત્ર નેટફ્લિક્સ પર જ ઉપલબ્ધ રહેવાની છે. શાહરૂખ ખાન દ્વારા જાહેર કરવામાં આવેલ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “વર્ષ 2025 માં  નેટફ્લિક્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ એક અનોખી બોલિવૂડ સિરીઝ માટે સાથે આવી રહ્યા છે, જેનું નિર્માણ ગૌરી ખાન દ્વારા કરવામાં આવશે અને નિર્દેશન આર્યન ખાન દ્વારા કરવામાં આવશે.

આ વેબ સિરીઝ ની જાહેરાત ની સાથે કિંગ ખાન દ્વારા એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પોતાના પુત્ર આર્યન નો ઉત્સાહ વધારવામાં આવ્યો છે. તેના દ્વારા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખવામાં આવ્યું છે કે, “આ એક ખાસ દિવસ રહેલ છે, કારણ કે ચાહકો માટે એક નવી વાર્તા રજૂ કરવામાં આવી રહી છે. આજનો દિવસ વધુ ખાસ રહેલો છે કારણ કે રેડ ચિલીઝ અને આર્યન ખાન નેટફ્લિક્સ પર પોતાની નવી સીરીઝ ને દેખાડવા માટે પોતાની યાત્રા પર નીકળી ગયા છે. આગળ વધો અને લોકોનું મનોરંજન કરો, આર્યન… અને યાદ રાખો, શો બિઝનેસ જેવો કોઈ વ્યવસાય રહેલો નથી.

ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પૃષ્ઠભૂમિ પર આધારીત આ વેબ સિરીઝ એક આકર્ષક અને મહત્વાકાંક્ષી બહારની વ્યક્તિની ઇન્ડસ્ટ્રીની યાત્રાને દર્શાવશે, જે બોલિવૂડની ગ્લેમરસ અને પડકારજનક દુનિયામાં આગળ વધે છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમાં ઘણા સ્ટાર્સ પણ ખાસ રોલમાં જોવા મળવાના છે.

Share This Article
Leave a comment