બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર Shakib Al Hasan પાસે ભારત સામેની આગામી ટેસ્ટ સીરીઝમાં નવો રેકોર્ડ બનાવવા ની શાનદાર તક રહેલી છે. આ પ્રવાસમાં આઠ વિકેટ લઈને તે કપિલ દેવ અને ડેનિયલ વેટ્ટોરી જેવા દિગ્ગજ લોકોની ક્લબમાં સામેલ થઈ જશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી બે મેચની ટેસ્ટ સીરીઝ રમાવાની છે. પ્રથમ મેચ ગુરુવારથી ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવા ની છે. જ્યારે બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાવાની છે. બંને ટીમો પ્રથમ મેચ માટે ચેપોક પહોંચી ગયેલ છે. ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે મેચ પહેલા સખ્ત મહેનત કરી રહી છે.
આ સીરીઝમાં 37 વર્ષીય ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પાસે નવો રેકોર્ડ બનાવવા ની શાનદાર તક રહેલી છે. આઠ વિકેટ લેવાની સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં 4000 થી વધુ રન અને 250 થી વધુ વિકેટ લેનારો માત્ર પાંચમો ક્રિકેટર બની જશે. આવું કરતા જ તે જૈક્સ કાલિસ, કપિલ દેવ, ઈયાન બોથમ અને ડેનિયલ વેટોરીની ક્લબમાં સામેલ થઈ જશે.
શાકિબ અલ હસને તેની કારકિર્દીમાં અત્યાર સુધી બાંગ્લાદેશ માટે 69 ટેસ્ટ મેચ રમવામાં આવી છે. જેમાં તેણે 38.50 ની એવરેજથી 4543 રન બનાવ્યા અને 242 વિકેટ લીધી છે. શાકિબ અલ હસન છેલ્લા કેટલાક સમયથી બેટથી એટલા પ્રભાવશાળી રહ્યા નથી. પાકિસ્તાન સામે રમાયેલી બે ટેસ્ટ મેચમાં માત્ર 38 રન જ બનાવ્યા હતા. જ્યારે, કાઉન્ટી ચેમ્પિયનશિપ દરમિયાન સરે માટે માત્ર 12 રન બનાવી શક્યા હતા.