મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને Shiv Sena દ્વારા 20 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. શિવસેના નેતા સંજય નિરુપમ દિંડોશી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. જ્યારે નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણે કુડાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા ના સમાચાર સામે આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણે ભાજપ છોડીને શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા છે. તેની સાથે તે જોડાવાની સાથે પાર્ટી દ્વારા તેમને કુડાલ-સાવંતવાડી વિધાનસભા બેઠક પરથી ટિકિટ પણ આપવામાં આવી છે. નિલેશનો સામનો ઉદ્ધવની શિવસેનાના ઉમેદવાર વૈભવ નાઈક સાથે થવાનો છે. વૈભવ આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય રહેલા છે.
તેની સાથે નિલેશ રાણે સિવાય ચાર નેતાઓએ વિધાનસભા ચૂંટણી લડવા ભાજપ છોડીને એનસીપીના વડા અજિત પવારનો હાથ પકડવામાં આવ્યો છે. જ્યારે અજિત દ્વારા પણ ચારેય નેતાઓને ટિકિટ પણ આપવામાં આવી છે. આ ચાર નેતાઓમાં સાંગલી જિલ્લાના પૂર્વ સાંસદ સંજય કાકા પાટિલ, ભાજપના જિલ્લા અધ્યક્ષ નિશિકાંત ભોસલે પાટિલ, નાંદેડ જિલ્લાના ભાજપ નેતા પ્રતાપ રાવ પાટિલ ચિખલીકર અને પૂર્વ મંત્રી તેમજ ભાજપ નેતા રાજ બડોલેના નામનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે, એનસીપી દ્વારા સંજય કાકા પાટિલને તાંસગાંવ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને તેમનો મુકાબલો શરદ પવારની પાર્ટી એનસીપીના નેતા આર. આર. પાટિલના પુત્ર રોહિત પાટિલનો સમાવેશ થાય છે. જ્યારે નિશિકાંત ભોસલેને ઈસ્લામપુર બેઠકની ટિકિટ આપવામાં આવી છે અને તેમનો મુકાબલો એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલ સાથે થવાનો છે. તેના સિવાય પ્રતાપરાવ પાટિલને લોહા વિધાનસભા બેઠક અને રાજ બડોલેને અર્જુની-મોરગાંવ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.