શિવસેના યુબીટી નેતા Sanjay Raut ફરી એક વખત ચર્ચામાં આવી ગયા છે. શિવસેના યુબીટી નેતા સંજય રાઉત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે. PM નરેન્દ્ર મોદીને લઈને જણાવવામાં આવ્યું છે કે, તેમનું માનસિક સંતુલન સારું રહેલ નથી. તેના સિવાય તેમણે ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.
પીએમ નરેન્દ્ર મોદીને લઈને શિવસેના યુબીટીના નેતા Sanjay Raut દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે શું બોલશે તેની કોઈ ખબર નથી. તેમનું માનસિક સંતુલન જાણી શકાતું નથી. તેમનું મગજ સડી ગયું છે. જો ઝારખંડમાં કોઈ યોજના ખોટી હોય તો મહારાષ્ટ્રમાં તે કેવી રીતે યોગ્ય હોય?
આ સિવાય ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે, આ દેશમાં ચૂંટણી પંચ હવે સ્વતંત્ર રહેલ નથી. ચૂંટણી પંચ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કહેવા પર જ ચૂંટણીની જાહેરાત કરવામાં આવે છે. રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીઓ થઈ રહેલ નથી. કારણ કે ચૂંટણી પંચ જાણે છે કે ભાજપને હાર મળશે. મુખ્યમંત્રી એકનાથ શિદેન પર નિશાન સાધતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે, શું મુખ્યમંત્રી ચૂંટણીની વાત કરશે? તે માત્ર તારીખો જ આપી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવવું જોઈએ કે, ચૂંટણી ક્યારે યોજાશે.